ભેંસનો વર્લ્ડ રેકોર્ડ, 1 દિવસમાં આપ્યું 32 લીટર દૂધ, આટલા રૂપિયા છે કિંમત

PC: indiatimes.com

હરિયાણા રાજ્યના હિંસાર જિલ્લાના મુર્રા બ્રીડની એક ભેંસે દૂધ ઉત્પાદનમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. લુધિયાણાના જગરાંવમાં આયોજીત એક ઈન્ટરનેશનલ ડેરી એગ્રો એક્સપોમાં સરસ્વતીએ (ભેંસ) 32 લીટરથી પણ વધારે દૂધ આપતા વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસો.ના એ એક્સપોનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ એસો.ના અધ્યક્ષ દલજિતસિંઘ સરદારપુરાએ જણાવ્યું હતું કે, ભેંસે સરેરાશ 32.066 લીટર દૂધ આપ્યું હતું. નવેમ્બર 2018માં પાકિસ્તાનના ફૈસલાબાદમાં ભેસે આ રેકોર્ડ બનાવ્યો હતો.

જે રેકોર્ડ ભારતની ભેંસે તોડી નાંખ્યો હતો. ભેંસના માલિક આ ઊંચી જાતિની ભેંસના બ્રીડ વેંચીને સારી એવી આવક ઊભી કરે છે. એસો.નો ઈન્ટરનેશનલ ડેરી એન્ડ એગ્રો એક્સો દુનિયાભરમાં ભેંસ, ગાય અને વાછરડામાં સ્પર્ધાનું આયોજન કરે છે. જેમાં આ વખતે 20 નાની મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદારપુરાએ જણાવ્યું હતું કે, અમે ખૂબ ખુશ છીએ કે, આ વખતે અમારા કાર્યક્રમમાં એક વિશ્વવિક્રમ નોંધાયો છે. ભેંસના માલિક સુખબીર ઢાંડા હરિયાણાના હિંસાર જિલ્લાના રહેવાસી છે. પરિણામથી તેઓ પણ ખુબ ખુશ છે.

ઢાંડાએ ઉમેર્યું હતું કે, આ માત્ર મારા ગામ કે રાજ્ય નહીં પણ સમગ્ર દેશ માટે આ ગર્વની બાબત છે. સરસ્વતીએ એક દિવસમાં આટલી મોટી માત્રામાં દૂઘ આપ્યું છે. આ સફળતાનો શ્રેય મારી માતા કૈલો દેવીને જાય છે. જેઓ આ ભેંસની સારસંભાળ રાખે છે. ભેંસ પણ સતત એમની નજરમાં રહે છે. આ ઉપરાંત તેને યોગ્ય સમયે ચારે મળે એ પણ ખૂબ મહત્ત્વનું છે. ગત વર્ષે આ જ ભેંસે 29.31 લીટર દૂધ આપીને પ્રથમ વિજેતા થઈ હતી. આ ઉપરાંત સેન્ટ્રલ ઓફ બફેલો રીસર્ચ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. જેમાં તેણે 28.7 લીટર દૂધ આપ્યું હતું. આ ઉપરાંત હરિયાણા પશુધન વિકાસ બોર્ડ તરફથી આયોજિત એક સ્પર્ધા પણ તેમણે જીતી લીધી હતી. જોકે, આ ભેંસને ખરીદવા માટે પણ અનેક ફોનકોલ્સ આવેલા છે. પણ માલિક તેમને વેંચવા માંગતા નથી. માલિક પાસે વધુ બે ભેંસ ગંગા અને જમુના પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp