વિરોધની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટે વેગ પકડ્યો, જાપાનથી કંસાઈમેન્ટ આવ્યું

PC: ANI

કેન્દ્ર સરકારના બહુ જ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજ્કટે ગતિ પકડી લીધી છે. આ ટ્રેન મુંબઈ થી અમદાવાદ વચ્ચે ચાલવાની છે, ત્યારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે ખેડૂતો સાથે વિવાદ થઈ રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા અનેક ગામોના ખેડૂતો પોતાની જમીન આપવાનો વિરોધ કરી રહ્યાં છે.

સ્થાનિક ખેડૂતોના વિરોધ વચ્ચે પણ બુલેટ ટ્રેન માટે વડોદરા સ્ટેશન પર નિર્માણનું કાર્ય તેજ ગતિથી ચાલી રહ્યું છે, આ માટે સ્ટેશનની ડિઝાઈન પણ તૈયાર થઈ ગઈ છે. આ દરમિયાન આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. જાપાનથી પ્રથમ કંસાઈમેન્ટ મુંબઈથી વડોદરા સ્ટેશને આવી પહોંચ્યું છે. આ કંસાઈમેન્ટમાં 20 સ્લીપર સ્લૈબ ટ્રેક છે, જેનું વજન 250 છે. 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કૉરિડોર પર આગામી ઓગષ્ટ 2022 સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના છે.

જો કે, બુલેટ ટ્રેન પરિયોજના સાથે સંકળાયેલી એજન્સી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRL) એ જણાવ્યું કે, ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર 15 ઓગસ્ટ, 2022 સુધીમાં આ પ્રોજેકટ પૂરો કરવો મુશ્કેલ છે. આ અંગે મળતી માહિતી મુજબ, આ યોજનાના એક નાના ભાગને ગુજરાતમાં સુરત થી બિલીમોરા વચ્ચેના રૂટને ચાલુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. જમીન સંપાદનના સિવાય અન્ય પ્રક્રિયામાં સમય લાગવાના કારણે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ના થવાની આશંકા છે.

બુલેટ ટ્રેન પરિયોજના માટે વડોદરા સ્ટેશનની ડિઝાઈન બનીને તૈયાર છે. વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7ને તોડીને તેને આઘળ ખસેડવામાં આવશે. પ્લેટફોર્મ નંબર 6 અને 7 વચ્ચે 220 મીટરનું ગર્ડર નાખવામાં આવવાનું છે. બુલેટ ટ્રેન સ્ટેશન માટે પ્લેટફોર્મ 6 પરથી અમુક ઈમારતોને ખસેડવામાં આવશે. વડોદરામાં 17 કિલો મીટર રુટ પર સાઉન્ડ બૈરિયર્સ લગાવવામાં આવશે, જેનાથી બુલેટ ટ્રેનનો અવાજ ટ્રેકની આગળ નહી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp