જાણો કેવી રીતે બાયજુ રવિન્દ્રને ઊભી કરી 5000 કરોડની કંપની

PC: facebook.com/TaranAdarshOfficial

કોઈ IIMની એન્ટ્રન્સ પરીક્ષામાં ટોપ આવે અને પછી એડમિશન ન લઈને પોતાના મિત્રો અને બીજા વિદ્યાર્થીઓની મદદ માટે પોતાને સમર્પિત કરી દે, તેવા ઘણા ઓછા લોકો જોવા મળતા હોય છે. પરંતુ બાયજુ રવિન્દ્રન એવા જ વ્યક્તિનું નામ છે, જેણે પોતે કરોડપતિ બનવાની જગ્યાએ બીજાને કરોડપતિ બનાવવાનું નક્કી કર્યું. પરંતુ તેની મહેનત અને સમર્પણે આજે તેને અરબપતિ બનાવી દીધો છે. આજે તેની કંપનીની વર્ષની કમાણી 260 કરોડ રૂપિયાની છે, જેને તે 3 વર્ષમાં 3000 કરોડ રૂપિયાથી પણ વધુની કરવા માગે છે.

ટીચિંગમાં આવવાનો આઈડીયા રવિન્દ્રનનો પોતાનો નહીં હતો. આ આઈડીયા પાછળ તેના એજ મિત્રો અને વિદ્યાર્થીઓ છે, જેમને તે શરૂઆતમાં ભણાવતો હતો. શરૂઆતમાં તેણે આઠ સભ્યોની ટીમ સાથે આ બ્રાન્ડની શરૂઆત કરી હતી. એશિયાની Higest-Valued tech Company- Tencentએ ગયા વર્ષે જુલાઈ મહિનામાં બાયડુની વેલ્યુએશન 80 કરોડ ડોલર એટલે કે લગભગ 5000 કરોડની આંકી હતી.

એન્જીનિયર હોવાને લીધે ગણિત પ્રત્યે બાયજુને ઘણી રુચિ હતી. ટુંક સમયમાં જ આ વિષયની નિપુણતાએ તેને વિદ્યાર્થીઓની વચ્ચે લોકપ્રિય બનાવી દીધો હતો. આ રીતે તેને પોતાની મજબૂતીનો અહેસાસ થયો અને પછી આ મજબૂતીને તેણે વધુ સારી રીતે બહાર લાવવાની સફળ કોશિશ કરી.

તેની મહેનત જોઈને તેની કંપનીમાં માર્કેટીંગ મામલાના વાઈસ પ્રેસિડન્ટ અર્જુન મોહન જેવા અનેક વિદ્યાર્થીઓએ IIMનીનું ભણતર છોડીને તેના આ સ્ટાર્ટઅપ સાથે જોડાઈ ગયા. તેની પત્ની અને કંપનીની ડાયરેક્ટર દિવ્યા ગોકુલનાથ પણ ગણિત અને બાયોલોજી ભણાવે છે. તેમની મુલાકાત પણ ટીચિંગ દરમિયાન થઈ હતી.

ગામડાની શાળામાં ભણનાર બાયજુ રવિન્દ્રને ક્યારેય પણ સપનામાં વિચાર્યું ન હતું કે તેનું સ્ટાર્ટઅપ આટલું મોટું થઈ દશે કે બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન તેના માટે એડ કરશે. પરંતુ આ થોડાક વર્ષોમાં જ સંભવ બન્યું હતું. તેની કંપનીનું નામ તેના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. બાયજુની ઓનલાઈન કોચિંગ કંપનીની વર્ષની કમાણી 260 કરોડની થઈ ગઈ છે. બાયજુ હવે ટીવી અને ડિજીટલ માધ્યમ દ્વારા પણ પોતાની એડ કરી રહ્યો છે અને તેના આ અભિયાનનું નેતૃત્વ શાહરુખ ખાન કરે છે.

બાયજુએ શાહરુખને એટલા માટે તની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો કારણ કે શાહરુખ દરેક ઉંમરના લોકોમાં લોકપ્રિય છે. તેની લોકપ્રિયતા વિદેશમાં પણ છે. આગામી 3 વર્ષમાં કંપનીએ પોતાના રેવન્યુનો લક્ષ્ય 260 કરોડથી વધારીને 3250 કરોડ કરવાનો રાખ્યો છે.

બાયજુએ પોતાની એન્જીનિયરીંગ પૂરી કરીને શરૂઆતમાં એક શિપીંગ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. તે દરમિયાન તેના કેટલાંક મિત્રોએ MBAની પરીક્ષાની તૈયારી માટે બાયજુની મદદ માંગી હતી. બાયજુએ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવાનું વિચાર્યું અને આ રીતે તેની ટીચિંગની શરૂઆત થઈ જેણે તેની સફળતાના દ્વાર ખોલી આપ્યા.

નક્કી કરેલા લક્ષ્યાંકને પૂરો કરનાર બાયજુએ માત્ર 2 લાખમાં આ કોચિંગ શરૂ કરી હતી. વર્ષ 2011માં તેણે બાયજુ નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. શરાતમાં બાયજુને ક્લાસ લેવા માટે ઘણા શહેરોમાં જવું પડતું હતું. આ જોઈને તેણે વિચાર્યું કે શા માટે એક જ જગ્યાએ રહીને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી ન શકાય. આથી તેણે પહેલી વખત 2009માં તેણે CATની પરીક્ષા માટે ઓનલાઈન વીડિયો બેસ્ડ લર્નિંગ પ્રોગ્રામની શરૂઆત કરી. તેની કંપની 4 ધોરણથી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોચિંગ આપી રહી છે. 2015માં તેણે BYJU’S App લોન્ચ કર્યું હતું, જે જબરજસ્ત હીટ રહ્યું છે.

BYJU’S Appના કેટલાકં કન્ટેન્ટ ફ્રી છે, પરંતુ એડવાન્સ લેનલ માટે તમારે ફી આપવી પડે છે. આ સમયે 40 લાખ વિદ્યાર્થીઓ આ એપ સાથે જોડાયેલા છે. જેમાંથી આશરે 7 લાખ પેઈડ સબસ્ક્રાઈબર્સ છે. બાયજુમાં 1000 જેટલા કર્મચારી કામ કરે છે. BYJU’S Appથી કુલ રેવેન્યુના 90 ટકા હિસ્સો આવી રહ્યો છે, જ્યારે વિદેશી યુઝર્સથી આવનારા રેવેન્યુ 15 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp