લોકતાંત્રિક દેશમાં ન કરી શકાય ભયની રાજનીતિ, BJP નેતાનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

PC: timesnownews.com

પશ્ચિમ બંગાળ ભાજપાના ઉપાધ્યક્ષ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પપૌત્ર ચંદ્ર કુમાર બોઝે કહ્યું હતું કે, નવા નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, તેમાં આપણે લોકોની પાસે જવું પડશે અને તેમને કાયદાના ફાયદા અંગે સમજાવવું પડશે. એક લોકતાંત્રિક દેશમાં નાગરિકો પર કાયદો થોપવો જોઈએ નહિ. આપણું કામ લોકોને સમજાવવાનું છે કે આપણે સાચા છે અને તેઓ ખોટા છે.

CAA બાબતે બોલતા તેમણે કહ્યું, જો આ બિલ કાયદા તરીકે પાસ થઈ જશે તો રાજ્ય સરકારો માટે તે બાધારૂપ બનશે. આ કાયદાકીય સ્થિતિ છે. પણ એક લોકતાંત્રિક દેશમાં નાગરિકો સાથે કોઈ પણ અપમાનજનક વ્યવહાર નહીં કરી શકાય. માત્ર એટલા માટે કે આજે આપણી પાસે સંખ્યા છે, તો આપણે ભયનું રાજકારણ નહીં કરી શકીએ.

તેમણે કહ્યું કે, આ બિલમાં અમુક એવી જોગવાઈઓ છે, જેના દ્વારા વિપક્ષનો પૂરો અભિયાન જ બેકાર થઈ જશે. આ કાયદો હેરાન કરવામાં આવેલા અલ્પસંખ્યકો માટે છે. આપણે કોઈપણ ધર્મનો ઉલ્લેખ કરવો જોઈએ નહિ. આપણો દ્રષ્ટિકોણ અલગ હોવો જોઈએ.

જણાવી દઈએ કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કસમ ખાધી છે કે તેઓ આ કાયદાને તેમના રાજ્યમાં લાગૂ થવા નહીં દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp