PM મોદી સામે પડેલા ચંદ્રાબાબુની મુશ્કેલી વધી વધુ એક સાંસદે TDP છોડી

PC: news18.com

લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે એનડીએમાંથી છૂટા પડેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને TDPના સર્વેસર્વાની મુશ્કેલીમાં વધારો થયો છે. PM મોદી સામે ખુલ્લો મોરચો માંડનારા ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીના એક ધારાસભ્યે થોડા દિવસો પહેલા જ રાજીનામું ધરી દીધું હતું. ત્યારે વધુ એક સાંસદે આજે પાર્ટી છોડતાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. અને ચંદ્રાબાબુ માટે આગામી લોકસભામાં કપરા ચડાણ ચડવાના રહે તેવું માનવામાં આવી રહ્યું છે.

લોકસભા ચૂંટણી પહેલા TDPને મોટો ઝટકો લાગ્યો છે. TDPના વધુ એક સાંસદે પાર્ટી છોડી દીધી છે. ચિરાલાના ધારાસભ્ય અમનચિ કૃષ્ણ મોહને ગત સપ્તાહે TDP છોડીને જગમોહન રેડ્ડીના નેતૃત્વવાળી પાર્ટીમાં સામેલ થયા હતાં. ત્યારે ગોદાવરી જિલ્લાના અમલપુરમ સીટના સાંસદ પાંડુલા રવિન્દ્ર બાબુ પણ મુલાકાત બાદ વિપક્ષમાં સામેલ થયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp