ક્રૂર ચીનઃ શારીરિક અત્યાચાર કરીને તૈયાર કરે છે ચેમ્પિયન એથલીટ, જુઓ તસવીરો

PC: dailymail.co.uk

માત્ર વસ્તુઓ બનાવવામાં કે મોબાઈલની ચીપસેટ તૈયાર કરવામાં જ નહીં પણ ઓલિમ્પિકમાં પણ ચીનનો ખાસ એવો દબદબો રહ્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં ચીનને સુપર પાવર માનવામાં આવે છે. ચીન માટે કોઈ રમતનું મહત્ત્વ કોઈ યુદ્ધથી ઓછું નથી. એમની સફળતા પાછળ પણ અમુક મિશન કામ કરે છે. જે માટે સતત મહેનત કરે છે અને આગળ વધે છે. ચીને પોતાની મેડલ સીરિઝ ખૂબ મજબૂત બનાવી છે.

china-2_061720075408.jpg

ચીને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સ્પોર્ટ્સ પર પૂરતું ધ્યાન આપ્યું છે. ચીનના દેશવાસીઓને ખાતરી અપાવી કે સ્પોર્ટ્સમાં ભવિષ્ય સારૂં છે. નાના ગ્રૂપ બનાવીને લોકજાગૃતિ લાવી. નાનામાં નાના સેન્ટર પર ધ્યાન આપવામાં આવ્યું. કારણ કે ત્યાં રોજગારીની કોઈ તક ન હતી. વાલીઓને વિશ્વાસમાં લઈને દરેક સ્કૂલમાં સ્પોર્ટ્સ એજ્યુકેશન શરૂ કર્યું. પણ અહીં બાળકોને આપવામાં આવતી તાલીમ ખૂબ ક્રુર અને આકરી છે. ચીને એ જ ગેમ્સને પસંદ કરે છે. જ્યાં હરીફ ઓછા હતા. પાંચ વર્ષના બાળકને શરીર તોડી નાંખે એવી ટ્રેનિંગ તે આપી રહ્યો છે. તકલીફને સહન કરવાનું શીખવાડીને ચેમ્પિયન બનવા માટે ટ્રેઈન કરવામાં આવે છે. ક્યારેક લાકડાની સ્ટિક સાથે કલાક સુધી લટકાવી દેવામાં આવે છે. તો ક્યારેક સજાના રૂપમાં આવી ટ્રેનિંગમાં મોકલી દેવામાં આવે છે. કલાકો સુધી ઊંડા પાણીમાં ઊભા રાખવામાં આવે છે. ક્યારેક બાળકો ખૂબ રડવા લાગે છે તો ક્યારેક શારીરિક નુકસાન પણ થાય છે. ચીનના નાનિંગ પ્રાંતમાં આવેલું નાનિંગ જીમ આ પ્રકારની ટ્રેનિંગ આપવા માટે જાણીતું છે. જે સમગ્ર ચીનમાં આ પ્રકારના કેમ્પનું આયોજન કરે છે.

ચીન એવું માની રહ્યો છે કે, ગેમને લઈને તે એક મિશનની માફક કામ કરે છે. પણ આ રમત પાછળની ટ્રેનિંગ એક સજાથી ઓછી નથી. વર્ષ 1952માં સૌ પ્રથમ વખત ચીને ફિનલેન્ડ સામે એલિમ્પિકમાં ભાગ લીધો હતો. ત્યારથી તે પિપલ રિપબ્લિક એન્ડ ચાઈનાથી ઓળખાય છે. એ વર્ષના ઓલિમ્પિકમાં એને કંઈ જ મળ્યું ન હતું. સ્વિમિંગમાં માત્ર એક જ લાડીએ ભાગ લીધો હતો. આ પછીના 32 વર્ષ સુધી ચીને કોઈ ઓલિમ્પિકમાં ભાગ જ ન લીધો. વર્ષ 1984માં અમેરિકા યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં એના પર્ફોમન્સથી કોઈએ વિચાર્યું પણ ન હતું કે, તે આટલા મેડલ લઈ જશે.

china_061720100540.jpg

એ પછી 32 મેડલ ચીને પોતાના નામે કરી લીધા છે. જેમાં 15 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. વર્ષ 2016માં 224 સ્વર્ણ પદક સાથે 546 મેડલ પર ચીનનો કબજો છે. પણ આ પાછળની ટ્રેનિંગ એટલી અટપટી અને આકરી છે કે, નાનપણથી શરીર ખડતલ અને દિમાગ તેજ થઈ જાય છે. જાણે કોઈ શારીરિક સજા વેઠવાની હોય. આમ ચીન પોતાના ખેલાડીઓને નાનપણથી જ તૈયાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp