ક્લાઇમેન્ટ ચેન્જને લીધે ભારતીય અર્થતંત્રને પડશે મોટો ફટકો

PC: timedotcom.

હાલના સમયમાં ક્લાઈમેટ ચેન્જ એ પૂરા જગત માટે મોટી આપત્તિ બનીને ઊભું છે. જંગલો, પ્રાણીઓ, ગ્લેશિયર સિવાય દેશના અર્થતંત્ર પર પણ તેની અસર વર્તાઈ રહી છે. કેબ્રિજ વિશ્વવિદ્યાલયના વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવેલા અધ્યયન અનુસાર, જો સમય રહેતા જો કોઈ કારગર પગલા લેવામાં નહિ આવે તો વર્ષ 2100 સુધીમાં ભારત તેના અર્થતંત્રના 10 ટકા હિસ્સો ગુમાવી બેસશે. જો પેરિસ એગ્રીમેન્ટ બરાબર રીતે લાગૂ કરવામાં ન આવે તો લગભગ દરેક દેશો તે પથી અમીર હોય કે ગરીબ, દરેક આર્થિક રીતે પ્રભાવિત થશે.

ઠંડા દેશોને પણ નુક્શાન પહોંચશેઃ

અમુક લોકોની ધારણા મુજબ જળવાયુ પરિવર્તનથી ગરીબ અને વધારે તાપમાન વાશા દેશોની તુલનામાં ઠંડા અને અમિર દેશો તેનાથી એટલા પ્રભાવિત જોવા મળશે નહિ. પરંતુ નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક રિસર્ચ દ્વારા પ્રકાશિત થયેલા અધ્યયનથી જાણવા મળ્યું છે કે લગભગ અમીર અને ઠંડા દેશો પણ એટલી જ મૂડી ગુમાવશે જેટલી ગરીબ અને ગરમ દેશો ગુમાવશે.

અમેરિકાને પણ મોટુ નુક્શાનઃ

પેરિસ કરારથી બહાર થઈ ગયેલા અમેરિકાનું જીડીપી વર્ષ 2100 સુધીમાં 10.5 ટકા ઓછું થઈ જશે. જે મોટા પ્રમાણમાં નુક્શાનદાયી બની શકે છે. તો બીજી તરફ કેનેડા જે દાવો કરી રહ્યો છે કે તેના તાપમાનમાં વધારો થવાને કારણે તેઓ આર્થિક રીતે પ્રભાવિત થશે. તે પણ વર્ષ 2100 સુધીમાં હાલની સંપત્તિના 13 ટકા આવક ગુમાવી બેસશે.

આ દેશો પણ બાકાત નથીઃ

જાપાન, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, બ્રિટન જેવા દેશોની GDP પર અસર વર્તાશે. જો કોઈ મજબૂત પગલા લેવામાં નહિ આવે તો વૈશ્વિક રીતે 7 ટકા નુકશાન પહોંચશે.

ક્લાઈમેટ ચેન્જ શું છે?

ઔદ્યોગિક ક્રાંતિ પછી ધરતીનું તાપમાન દર વર્ષે વધી રહ્યું છે. એ ડ કારણ છે કે ઉનાળો લાંબો થઈ રહ્યો છે અને ઠંડી ટૂંકી. આખા વિશ્વમાં આવું બની રહ્યું છે. પ્રાકૃતિક વિપત્તિઓ પણ વધી રહી છે. એનું કારણ છે ગ્રીન હાઉસ ગેસોનું વધારે પડતું ઉત્સર્જન.

પેરિસ કરાર શું છે?

ક્લાઈમેચ ચેન્જનો સામનો કરવા માટે પેરિસમાં 191 દેશો વચ્ચે થયેલા કરારનો ઈરાદો હાનિકારક ગેસોના ઉત્સર્જનને ઓછું કરવાનું અને વધી રહેલા તાપમાનને રોકવાનું છે. આ કરારનું એક પ્રાવધાન વૈશ્વિક તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસ નીચે રાખવું અને પ્રયાસ કરવો કે તે 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધારે વધે નહિ. ભારતે પણ આ કરારને મંજૂરી આપી છે. દુનિયાભરમાં કાર્બન ઉત્સર્જનનો લગભગ 7 ટકા કાર્બન ભારત ઉત્સર્જિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp