અમરેલીમાં પ્રેમ લગ્ન કરનાર કોન્સ્ટેબલ પતિએ PSI પત્નીને મારી નાંખવાની ધમકી આપી

PC: dnaindia.com

અમરેલીમાં એક મહિલા PSIને તેના કોન્સ્ટેબલ પતિએ જાહેર ચોકમાં માર મારીને PSIના ક્વાર્ટરના દરવાજાને પાટા મારીને મારી નાંખવાની ધમકી આપી હતીં. આ સમગ્ર મામલે PSIએ કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક રિપોર્ટ અનુસાર અમરેલી પોલીસમાં PSI તરીકે ફરજ બજાવતા હિરલ સેગલીયાના 5 વર્ષ પહેલા અમરેલી ACBમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હસમુખ સેગલીયા સાથે પ્રેમ લગ્ન થયા હતા. લગ્ન પછી બંનેને સંતાનમાં એક દીકરી હતી. લગ્નના થોડા મહિનાઓ પછી કોન્સ્ટેબલ પતિ PSI પત્ની સાથે અવાર-નવાર તકરાર કરતો હતો. કેટલીક વાર તો મારઝૂડ પણ કરતો હતો. PSI હીરલ સેગલીયા ઘર સંસાર તૂટવાના ડરથી બધુ સહન કરી લેતા હતા. દોઢ મહિના પહેલા PSI હિરલ સેગલીયાએ પતિ પાસેથી પોતાનું ATM કાર્ડ માંગ્યું હતું. આ વાતને લઇને પતિ હસમુખ સેગલીયાએ પત્ની સાથે મારામારી કરી હતી.

અવાર-નવાર પતિની આ પ્રકારની હરકતોથી કંટાળીને ચાર વર્ષની બાળકીને લઇને PSI હિરલ સેગલીયા પતિથી અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા. હિરલ સેગલીયા જે સમયે અમરેલી પોલીસ હેડ કવાર્ટરના સીનીયર સીટીઝન પાર્કમાં બેઠા હતા ત્યારે પતિ સરકારી વાહન લઇને ત્યાં આવ્યો હતો અને ત્યારબાદ PSI હિરલ સેગલીયા સાથે માથાકૂટ કરી હતી. પતિથી બચવા માટે હિરણ સેગલીયા તેની દીકરીને લઇને પોતાના ક્વાર્ટરમાં ચાલ્યા ગયા હતા અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. પતિ હસમુખ સેગલીયા ઘરની બહાર દરવાજાને લાતો મારીને પત્નીને મારી નાંખવાની ધમકી આપીને ભાવેશ ચાવડાને ફોન કર્યો હતો.

આ સમગ્ર મામલે PSI હિરલ સેગલીયાએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં પતિ અને નણદોયા ભાવેશ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp