વિવાદોમાં ઘેરાયા દીપિકા-રણવીરના લગ્ન

PC: intoday.in

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના 15 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં સિંધી રિવાજથી થયેલા લગ્ન પર વિવાદ ઊભો થયો છે. લગ્નમાં આનંદ કારજ સેરેમની પર ઈટલીના શીખ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે. સંગઠને લોકો કોમોથી 150 મીટર દૂર બ્રેસિયાના એક ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહેબ મંગાવવા અંગે આપત્તિ વ્યક્ત કરી છે.

ઈટાલિયન શીખ ઓગ્રેનાઈઝેશનના પ્રેસિડન્ટ સુખદેવ સિંહ કાંગે કહ્યુ હતુ કે, અકાલ તખ્તના નિયમો અનુસાર ગુરુદ્વારા ઉપરાંત, ગુરુ ગ્રંથ સાહેબને ક્યાંય બીજે ન લઈ જઈ શકાય. તેને હોટેલ અથવા બેક્વેટ હોલમાં લઈ જવાની મનાઈ છે. સુખદેવે અકાલ તખ્ત જત્થેદારને પણ તે અંગે લેખિતમાં ફરિયાદ કરવાની વાત કહી છે. સાથે જે તેણે ગુરુદ્વારા મેનેજમેન્ટને આ ભૂલ માટે જવાબદાર માન્યા છે. રણવીર અને દીપિકાના લગ્ન કરાવવા માટે અમૃતસરના સ્વર્ણ મંદિરથી નરિંદર સિંહ ઈટલી ગયા હતા.

મળતી માહિતી અનુસરા, આનંદ કારજની રીત દરમિયાન દીપિકા ઈમોશનલ થઈ ગઈ હતી. તે સમયે હર્ષદીપ કૌર ગુરુવાણી ‘એક ઓંકાર...’નું લાઈવ પરફોર્મન્સ આપી રહી હતી. ત્યારે અંતિમ ફેરામાં દીપિકાની નજર પિતા પ્રકાશ પાદુકોણ સાથે મળી તો તે પોતાના આંસુ રોકી શકી નહોતી. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. આ જોઈને દીપિકા તેમને ભેટીને ખૂબ જ રડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp