ક્રૂડના વધતા ભાવથી પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થવાની આશંકા

PC: saginfotech.com

છેલ્લા એકાદ મહિનાથી સ્થિર થયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. અમેરિકા-ચીન વચ્ચેના વેપારયુદ્ધમાં ઝડપથી સમાધાનના સંકેત તેમજ ઓપેક અને અન્ય દેશો દ્વારા સપ્લાયમાં કાપ તથા ઇરાન અને વેનેઝુએલા સામે અમેરિકાના પ્રતિબંધોને કારણે માત્ર એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં પાંચ ડોલરનો ઉછાળો આવ્યો હોવાથી ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 70.91 અને ડીઝલનનો ભાવ 66.11 થયો હતો. 10મી ફેબ્રુઆરીથી એક લીટર પેટ્રોલ 63 પૈસા અને ડીઝલના ભાવ 55 પૈસા વધ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના રોલિંગ પખવાડિક સરેરાશ ભાવ અને ચલણના વિનિયમ દરના આધારે પેટ્રોલ અને ડીઝલના ઘર આંગણાના ભાવમાં દરરોજ ફરેફાર કરે છે. પખવાડિક સરેરાશનો ઉપયોગ કરવાથી જો આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર ફેરફાર થાય અને તે ટ્રેન્ડ ટકી રહે તો ડોમેસ્ટિક ભાવમાં પણ સમાંતરે ફેરફાર કરવામાં સરળતા પડે છે. મોંઘા ક્રૂડને કારણે ભારતના રૂપિયા પર પણ દબાણ વધે છે.

ભારત તેની ઓઇલની કુલ જરૂરિયાતનો 80 ટકાથી પણ વધારે હિસ્સો અયાત દ્વારા પૂરો કરે છે. આથી જ ક્રૂડના ભાવ વધવાને કારણે છેલ્લા એક સપ્તાહમાં જ રૂપિયો ડોલર સામે 70 પૈસા ઘટીને 71.39 થઇ ગયો છે. પેટ્રોલ કે ડીઝલની માંગ અને સપ્લાયની પરિસ્થિતિને કારણે ડેવિએશન હોવા છતાં ક્રૂડના ભાવમાં થતા ફેરફારની સીધી અસર આંતરરાષ્ટ્રીય પેટ્રોલ અને ડીઝલના રેટ પર પડે છે. ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 66.07 ડોલરે પહોંચ્યો હતો. જે અગાઉ નવેમ્બર પછીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાનો થોડાક કલાકો પછી 66.08 ડોલર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp