બોક્સર પણ, સુપર મોડલ પણ અને પોલીસકર્મી પણ છે આ દીકરી

PC: instagram.com/ekshakerungofficial/

કહેવાય છે કે, ઈન્ડિયાની ઈસ્ટ સાઈડ કલાકારો અને ખેલાડીઓની ખાણ છે. કોઈ બોક્સર છે તો કોઈ છે ફૂટબોલ ચેમ્પિયન, કોઈ વેઈટ લિફ્ટર છે તો કોઈ છે કુશ્તીના ખેલાડી. પણ સિક્કિમમાંથી માન્યમાં ન આવે એવા વાવડ સામે આવ્યા છે. જ્યાં ઈક્ષા હૈંગ સુબ્બા Eksha Hang Subba ઉર્ફે ઈક્ષા કેરૂંગાના ખરા અર્થમાં નવા અવતાર જોવા મળ્યા છે. હકીકતમાં આ યુવતી મહિલા પોલીસ ટુકડીમાં કામ કરી ચૂકી છે. આ સાથે તે મોડેલિંગ પણ કરી ચૂકી છે અને બોક્સર પણ છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

આટલું વાંચ્યા પછી એમ અવશ્ય કહી શકાય કે, મહિલાઓ માટે કંઈ અશક્ય નથી હોતું. એક મહિલા પોલીસ અધિકારી હોવાની સાથોસાથ ઈક્ષા એક નેશનલ લેવલની બોક્સર છે. બાઈક રાઈડર છે. સુપર મોડેલ પણ છે. તાજેતરમાં તેણે ટીવી રીયાલિટી શૉ MTV Super Model of the year Season 2ના ટોપ 9માં જગ્યા બનાવી લીધી છે. જોવાનું એ રહે છે કે, આ વખતેની સીઝન જીતીને તે સુપર મોડલ ઓફ ધ યરનો ખિતાબ જીતી શકે છે કે નહીં.

 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

તે વર્ષ 2019માં સિક્કિમ પોલીસમાં ભરતી થઈ હતી. પણ તેનો શોખ મોડેલિંગનો રહ્યો છે. આ શોખ જ તેને MTV Super Model સુધી ખેંચી ગયો હતો. જ્યાંથી તેને સારૂ અને મોટું સ્ટેજ મળ્યું છે. જ્યારે આ શૉમાં તેણે પોતાનો પરીચય આપ્યો ત્યારે એના પેનલીસ્ટમાં રહેલી મલાઈકા અરોડાએ ઈક્ષાની સામે ઊભા થઈને માન આપીને કહ્યું હતું કે, આવી મહિલાઓને સેલ્યુટ કરવાની જરૂર છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

જ્યારે તે 19 વર્ષની હતી ત્યારે એની પસંદગી સિક્કિમ પોલીસમાં થઈ હતી. હાલમાં તે પોલીસ અધિકારી તરીકે ડ્યૂટી કરી રહી છે. તે પોતાના કામ અને જોબને ખૂબ વફાદાર છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ તેણે સારૂ એવું નામ કાઢ્યું છે. તે નેશનલ લેવલની બોક્સર રહી છે. આ સાથે તેને સ્પોર્ટ્સ બાઈક ચલાવવાનો પણ શોખ છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

ઈક્ષાનું સપનું રહ્યું છે કે, સુપર મોડલ બનવું અને દુનિયાને એ સાબિત કરવું કે, એવું કંઈ છે જ નહીં તે મહિલા કરી શકે એમ નથી. ખરા અર્થમાં તે એ મહિલાઓ માટે પ્રેરણસ્ત્રોત છે. તે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈ નવું કરવા માગે છે. પોતાનું નસીબ અજમાવવા માગે છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

ઈક્ષાને ઈન્સ્ટાગ્રામ પર 15000થી પણ વધારો લોકો ફોલો કરી રહ્યા છે. તેણે પોતાના બાયોમાં લખ્યું હતું કે, તે એક પોલીસ કર્મી, સુપરમોડેલ, બોક્સર, બાઈક રાઈડર અને હાઈકર છે. ઈન્ડો ચાઈના બોર્ડર પર તેણે ડ્યૂટી કરીને રાઈફલ્સ સાથે ફોટો ક્લિક કરાવ્યા છે.

 

આ ઉપરાંત એના ઈન્સ્ટાગ્રામ પર અનેક એવા મોડેલિંગના ફોટો જોવા મળ્યા છે. પોલીસકર્મી હોવાની સાથે આવા મલ્ટિ ટેલેન્ટના અનેક લોકો વખાણ કરી રહ્યા છે. એના દરેક ફોટા પણ ઘણી બધી લાઈક્સ જોવા મળી રહી છે. માત્ર ફરવાના જ નહીં પોતાની ડ્યૂટી પર જુદી જુદી પોસ્ટના ફોટો પણ તેણે શેર કર્યા છે. 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

 આ ઉપરાંત પહાડી પ્રદેશમાં બાઈક રાઈડિંગ કરતો એક ફોટો પણ તેણે શેર કર્યો છે. જેના પણ ઘણા બધા ફેન્સે કોમેન્ટ પણ કરેલી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

 

એક યુઝરે તો અવેસમ રાઈડર લખીને કોમેન્ટ કરેલી છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

જ્યારે બીજી તરફ બે ફોટાને મર્જ કરીને તેણ જવાબ આપ્યો છે કે, જ્યારે લોકો તમને એવું પૂછે કે, તમે શું કરો છો ત્યારે જવાબ ફોટોમાંથી મળે છે. આ ઉપરાંત રેમ્પ પર રેમ્પવૉક કરતો ફોટો પણ શેર કર્યો છે.

 

 

 

 
 
 
View this post on Instagram

A post shared by Eksha Kerung (@ekshakerungofficial)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp