આ 8 રીતે થાય છે ઓનલાઇન છેતરપિંડી, નુકસાન ટાળવા આજે જ ચેતી જજો

PC: tosshub.com

પાછલા કેટલાક મહિનાઓમાં ચુકવણી સંબંધિત અનેક છેતરપિંડીઓ બહાર આવી છે. ધીરે ધીરે, લોકોએ ડિજિટલ પેમેન્ટ અપનાવ્યું છે પરંતુ ઘણી વખત છેતરપિંડીનો સામનો કર્યા પછી આ રીતે આત્મવિશ્વાસ ખોવાઈ જાય છે. ડિજિટલ ચુકવણી એ સરળ અને અનુકૂળ છે પરંતુ પણ સાવચેત રહેવાની જરૂર છે. જાણીએ કે આ છેતરપિંડી કેવી રીતે થાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ. 

1- રિમોટ એક્સેસ મોબાઇલ એપ્લિકેશન સ્કેમ

કેટલાક 'લૂંટારૂઓ' એ એનજીઓના નામે બનાવટી નંબર લઇ રાખ્યા છે. આ લોકો કોઈને પણ કોલ કરીને કેટલાક સોફ્ટવેર ડાઉનલોડ કરવા કહે છે. તે પછી તેઓ યુઝરની સ્ક્રીનને હેક કરે છે. એક મહિલાને એનીડેસ્ક ફ્ટવેર ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું. તે તેના પાલતુ કૂતરાને દફનાવવા માટે એનજીઓનો સંપર્ક કરવા માગતી હતી. બાદમાં તેના ખાતામાંથી 30 હજાર રૂપિયા કાપવામાં આવ્યા હતા. તેણે ડેબિટ કાર્ડનો પિન જાહેર કર્યો ન હતો, પરંતુ સ્ક્રીન હેક થવાને કારણે ડેબિટ કાર્ડની વિગતો બહાર આવી હતી. તેથી કોઈને જાણ કર્યા વગર કોઈના કહેવા પર એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો. 

2- વીમો

www.irdaionline. org URLથી ચાલી રહ્યું છે જે બનાવટી પોલીસી વેચી રહી હતી. બાદમાં આઇઆરડીએએ આની સામે ચેતવણી જારી કરી અને URL અવરોધિત કરવામાં આવ્યો. તેથી પ્રથમ તે જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ વેબસાઇટ સત્તાવાર છે અને કઈ નકલી છે અને તે પછી જ કોઈને પૈસા ટ્રાન્સફર કરો. 

3- આવકવેરા રીફંડના નામે છેતરપિંડી

મુંબઈ સ્થિત ખાનગી ક્ષેત્રના કર્મચારીને આવકવેરા વિભાગની એક લિંક મળી, જેમાં ટેક્સ રિફંડ આપવાની વાત કરવામાં આવી. લિંક ક્લિક થતાંની સાથે જ મોબાઇલ પર એક એપ્લિકેશન ડાઉનલોડ થઇ. આ પછી, કોઈએ તેના એકાઉન્ટની લોગિન વિગતો મેળવી અને એકાઉન્ટમાંથી પૈસા ઉડાવી દીધા. એ નોંધવું જોઇએ કે આઇટી વિભાગ રિફંડ સીધા ખાતામાં મોકલે છે. એવી કોઈપણ લિંક અથવા સંદેશ પર વિશ્વાસ ન કરો કે જે એકાઉન્ટ વિગતો માગે છે.

4- KYC અપડેટ

ઉદયપુરના એક આઈએએસ અધિકારીએ KYCને અપડેટ કરવાની લિંકને ક્લિક કર્યા પછી 6 લાખ રૂપિયા ગુમાવ્યા. ખાતાની વિગતો દાખલ કર્યા પછી તેણે OTP નાખ્યો અને તરત જ બેંક તરફથી એક સંદેશ આવ્યો કે ખાતામાંથી 6 લાખ રૂપિયાની લેવડદેવડ થઈ છે. તેથી, તમારે સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ કરવો જોઈએ અને SMS પર વિશ્વાસ ન કરવો જોઈએ.

5- નબળા પાસવર્ડ

ઘણી વખત લોકો અજાણતાં હેકરોની મદદ કરી બેસે છે. યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર (NCSC) એ તાજેતરમાં સૌથી વધુ હેક થયેલા પાસવર્ડોની સૂચિ બહાર પાડી છે. જારી કરાયેલા ડેટા મુજબ, 2 કરોડ 30 લાખ લોકો પાસે પાસવર્ડ 123456 હતો. તેથી, પાસવર્ડ હંમેશાં અલગ રીતે બનાવવો જોઈએ અને તેમાં અંક અથવા ફક્ત મૂળાક્ષરો હોવા જોઈએ નહીં.

6- નકલી UPI પેમેન્ટ લીક

છેતરપિંડી કરનારાઓએ પુણેના વેપારીને ડિજિટલ વોલેટમાંથી 10 રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું. કહેવામાં આવ્યું હતું કે સ્કૂટર ઓનલાઇન ખરીદવા માટે નોંધણી ફી ભરવી પડશે. આ પછી, ચુકવણી કરવા માટે UPI આઈડી અને OTP દાખલ કરો. આ પછી તેના ખાતામાંથી 1.53 લાખ રૂપિયા કાપવામાં આવ્યા હતા. તે નોંધવું જોઇએ કે ચુકવણી ફક્ત સત્તાવાર બીએચઆઇએમ અથવા બેંક એપ્લિકેશન દ્વારા થવી જોઈએ. અજાણી વ્યક્તિ લિંક્સ મોકલવા પર પણ ક્લિક કરશો નહીં.

7- નકલી NPCI / UPI / BHIM હેન્ડલ અને પોર્ટલ

ટ્વિટર હેન્ડલ પર ઘણી વખત બનાવટી આઈડી બનાવવામાં આવે છે. જ્યારે તમે સહાય માટે ટ્વીટ કરો છો, ત્યારે તમે આકસ્મિક રીતે તેમને ટેગ કરો છો અને પછી તેમને બધી માહિતી મળે છે. તેથી કોઈએ ચકાસવું આવશ્યક છે કે ટ્વિટર એકાઉન્ટ બ્લુ ટિક છે કે નહીં.

8- UPI પે વિકલ્પ વિશેની માહિતીનો અભાવ

એક માણસ પોતાનો કુલર વેચવા માગતો હતો. તેને એક છેતરપિંડીનો ફોન આવ્યો જેણે એક લિંક દ્વારા 9000 રૂપિયા આપવાનું કહ્યું હતું. લિંકને ક્લિક કરવા પર પૈસા ક્રેડિટ થયા નહીં પણ ડેબિટ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp