પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને કોલસા કૌભાંડમાં મળી આટલા વર્ષની જેલ

PC: Newsmobile

પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને સોમવારે કોયલા કૌભાંડના કેસમાં 3 વર્ષની જેલની સજા સંભળવવામાં આવી છે. દિલીપ રે વર્ષ 1999માં ઝારખંડ કોયલા બ્લોક ફાળવણીમાં અનિયમિતતા સાથે સંબંધિત કેસમાં દોષી સાબિત થયા છે. દિલ્હીની એક કોર્ટે આ મહિનાની શરૂઆતમાં CBIની દલીલ સાંભળ્યા બાદ 26 ઓક્ટોબરના રોજ પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. કોર્ટે દોષીઓને આ દિવસે શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. અટલ  બિહારી વાજપેયી સરકારમાં પૂર્વ રાજ્ય મંત્રી રહેલા દિલીપ રે સિવાય, CBIએ અન્ય દોષીઓ માટે પણ આજીવન કારાવાસની સજાની માંગણી કરી હતી. આ માંગણીમાં એ સમયે કોયલા મંત્રાલયના વરિષ્ઠ અધિકારી પ્રદીપ કુમાર બેનર્જી, નિત્યાનંદ ગૌતમ અને કેસ્ટ્રોન ટેક્નોલોજીસ લિમિટેડ (CTL )ના ડાયરેક્ટર મહેન્દ્ર કુમાર અગ્રવાલ સામેલ હતા.

દિલીપ કુમાર રેને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 409 સહિતની અલગ અલગ ધારાઓ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા, જે એક લોક સેવક દ્વારા વિશ્વાસના અપરાધિક ઉલ્લંઘન સાથે સંબંધિત છે. 2G કૌભાંડના અલગ અલગ આરોપીઓનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, IPCની કલમ 409 હેઠળ દોષી ઠેરવવામાં આવવા બદલ ખૂબ જ આશ્વર્યચકિત છું, કેમકે પહેલા આજ સુપ્રીમ કોર્ટના 3 ન્યાયાધીશ પીઠના નિર્ણયને ધ્યાનમાં લઈને 409 IPCમાં લોકોને છોડી દીધા હતા. તેમણે કહ્યું કે, હું કોર્ટ દ્વારા આપવામાં આવેલી ત્રણ વર્ષની કઠોર સજાનું સ્વાગત નથી કરતો. કોયલા કૌભાંડમાં મળનારી આ પહેલી સજા છે. જજે કહ્યું કે, દિલીપે રેએ કાયદાનું ઉલ્લંઘન કરતાં કેસ્ટ્રોન ટેક્નોલોજીસ લિમિટેડના પક્ષમાં છોડી દેવામાં આવેલા ગેર-રાષ્ટ્રીયકૃત કોયલા ખાનન વિસ્તારના બેઈમાનીથી ફાળવણીની સુવિધા પ્રધાન કરી. આ કેસ વર્ષ 1999માં ઝારખંડના ગિરિડીહમાં બ્રહ્મડીહ કોયલા બ્લોક ફાળવણી સાથે સંબંધિત છે.

કોણ છે આ દિલીપ રે?

બીજૂ જનતા દળ (BJD)ના સંસ્થાપક સભ્ય રહેલા દિલીપ રે, બીજૂ પટનાયકના ખૂબ જ નજીકના હતા. ત્યારબાદ દિલીપ રેએ પાર્ટી બદલી લીધી અને BJPમાં સામેલ થઈ ગયા. વર્ષ 2014માં તેઓ BJPની ટિકિટ પર રાઉરકેલાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. દિલીપ રેએ વર્ષ 2019ની ચૂંટણી પહેલા BJP છોડી દીધી અને આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ પર પોતાનો વાયદો પૂરો કર્યો નથી. દિલીપ રેએ BJP છોડ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે પોતાની પૂર્વ પાર્ટી BJDમાં સામેલ થઈ શકે છે અને BJD ટિકિટ પર ચૂંટણી લડી શકે છે, જોકે દિલીપ રે રાજનીતિથી દૂર રહ્યા, હવે તેમને કોયલા કૌભાંડમાં 3 વર્ષની સજા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp