DMK સાંસદ એ. રાજાની ચિમકી, અલગ તમિલનાડુની માગ માટે મજબૂર ન કરતા

PC: naidunia.com

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં તેમની પાર્ટી ડીએમકેના સાંસદ એ. રાજાએ એક બેઠકમાં કહ્યું કે જ્યાં સુધી પેરિયાર જીવિત  હતા ત્યાં સુધી અલગ તમિલનાડુની માંગ કરતા રહ્યા હતા. અમે કેન્દ્રને વિનંતી કરીએ છીએ કે તમિલનાડુને સ્વાયત્તતા આપવામાં આવે. અમને ફરીથી અલગ તમિલનાડુ રાજ્યની માંગ ઉઠાવવા માટે દબાણ કરશો નહીં.

તામિલનાડુમાં શાસક ડીએમકેના સાંસદ એ. રાજાએ કેન્દ્ર સરકારને તામિલનાડુને સ્વાયત્તતા આપવાની ચેતવણી આપી છે. એ. રાજાએ તેમને અલગ તમિલનાડુ રાજ્યની માંગ કરવા મજબુર ન કરતા. રાજાએ મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનની હાજરીમાં સ્થાનિક સંસ્થાઓમાં પક્ષના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું.

પેરિયાર

એ.રાજાએ કહ્યું કે જ્યાં સુધી તમિલનાડુને સ્વાયત્તતા નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ અટકશે નહીં. રવિવારે નમક્કલમાં આયોજિત એક કાર્યક્રમમાં એ. રાજાએ કહ્યું કે જ્યાં સુધી પેરિયાર જીવતા હતા ત્યાં સુધી તેમણે હંમેશા અલગ તમિલનાડુની માંગ કરી હતી. આપણા મુખ્યમંત્રી સ્ટાલિન હવે અન્નાદુરાઈના માર્ગે ચાલી રહ્યા છે. અમને પેરિયારનો માર્ગ અપનાવવા દબાણ ન કરો. તેમણે કહ્યું કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે અમારા રાજ્યને સ્વરાજ્યનો અધિકાર આપવામાં આવે.

એમ. કે. સ્ટાલિન

 

મ. કેએ રાજાએ કહ્યું કે અમે તમિલનાડુમાં સત્તા પર છીએ અને અમે સત્તાના ઘમંડમાં આવું નથી કહી રહ્યા. ડીએમકેએ અલગ તમિલનાડુ રાજ્યની માંગ છોડી દીધી છે, પરંતુ હવે અમે રાજ્ય માટે સ્વાયત્તતાની માંગ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે જ્યારે ડીએમકે સાંસદે પાર્ટીના નેતાઓને આ વાત કહી ત્યારે CM સ્ટાલિન પણ ત્યાં હાજર હતા, પરંતુ સ્ટાલિને આ અંગે કંઈ કહ્યું ન હતું અને મૌન સેવ્યું હતું. મુખ્યમંત્રી સ્ટાલિને એ કોઇ પ્રતિસાદ નહીં આપતા એ. રાજા વધુ અકળાયા હતા.

ડીએમકે સાંસદ રાજાએ ફરિયાદ કરી હતી કે કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા છે, જ્યારે રાજ્ય સરકારોને ઘણા મુદ્દાઓ પર કેન્દ્ર પર નિર્ભર રહેવું પડે છે. રાજાએ કહ્યું કે તમિલનાડુ GSTમાં 6.5 ટકાનું યોગદાન આપે છે, જ્યારે તે માત્ર 2.2 ટકા જ પાછું મેળવે છે. રાજ્ય સરકારોએ પણ નાની-નાની બાબતો માટે કેન્દ્ર તરફ જોવું પડતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp