મુખમે રામ બગલમે છુરીઃ કથાકારે ભક્તને કહ્યું મને અડકતો નહીં, તું અછૂત છે

PC: jansatta.com

મધ્ય પ્રદેશમાં રામનવમી અને હનુમાન જયંતિ પર થયેલી હિંસા પછી હિંદુઓને શસ્ત્રો ઉઠાવવાનું અને પોતે બુલડોઝર ખરીદીને પત્થર ફેંકનારાના ઘર તોડવાની વાત કરનારા વિવાદાસ્પદ કથાકાર ધીરેન્દ્ર મહારાજે ફરી વિવાદ ઉભો કર્યો છે. કથાકાર ધીરેન્દ્રને પગે લાગવા આવેલા એક ભક્તને તેમણે અપમાનિત કર્યો હતો અને કહ્યુ હતુ કે તું મને અડકતો નહી, તુ અછૂત છે.

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પૂજારી અને પ્રસિદ્ધ કથાકાર સંત ધીરેન્દ્ર મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક ભક્તને અસ્પૃશ્ય કહેતા અને તેમને સ્પર્શ કરવાનો ઇનકાર કરતો જોવા મળે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ ધીરેન્દ્રની ટીકા થઈ રહી છે. ઘણા લોકોએ તેના સંત હોવા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

સંત ધીરેન્દ્ર મહારાજ તેના ધામમાં લોકોની સમસ્યાઓ હલ કરવાનો દાવો કરે છે અને મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને તેની સલાહ લે છે. આ ક્રમમાં જીવન નામની વ્યક્તિ ધીરેન્દ્ર મહારાજની સલાહ લેવા બાગેશ્વર ધામમાં આવ્યો હતો. તેમનું નામ બોલાતા તેઓ સ્ટેજ પર આવે છે અને આવતાની સાથે જ મહારાજ ધીરેન્દ્રના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે.

જેવો ભક્ત જીવન ધીરેન્દ્ર મહારાજના ચરણોમાં પડવાનો પ્રયાસ કરે છે, તરત જ સંત ધીરેન્દ્ર મહારાજ તેમને કહેતા સંભળાય છે, અછૂત માણસ, મને સ્પર્શ કરતો નહી. ભક્ત રડતા રડતા પગે પડવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ સંત ધીરેન્દ્ર મહારાજના ના પાડ્યા બાદ તે તેમને સ્પર્શતો નથી. તે જ સમયે ધીરેન્દ્ર મહારાજનો એક સાથીદાર પણ તેમને રોકવા આવે છે અને તેમને પકડીને તેમની પાસેથી થોડે દૂર લઈ જાય છે.

આ વીડિયો વીડિયો ટ્વિટર પર શેર કરતી વખતે દેવેશ મિશ્રા નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, તે સનાતનના પૂજારી છે, સ્ટેજ પર બેસીને કાંવ કાંવ કરે છે અને છૂત અછૂતની સાધનામાં લીન છે. કોઇની મજાલ છે કે મહારાજને ર્સ્પશ કરે. બાગેશ્વર ધામના કથાકાર સંત ધીરેન્દ્ર મહારાજ આ પહેલા પણ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે. રામ નવમી અને હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ તેમણે કહ્યું હતું કે, જો હિંદુઓ અત્યારે નહીં જાગો તો મુસ્લિમો તમને તમારા ગામમાંથી પણ ભગાડી દેશે. આથી સૌને વિનંતી કરવામાં આવે છે કે, બધા એક થઈને પથ્થર ફેંકનારાઓના ઘર પર બુલડોઝર ચલાવે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp