ગુજરાતમાંથી જેટલા સેનામાં ભરતી નથી થતા તેટલા હરિયાણાના જવાનો શહીદ થાય છે: ચૌટાલા

PC: jansatta.com

હરિયાણા વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી તેના અંતિમ સ્તર સુધી પહોંચતી લાગી રહી છે. આ દરમિયાન જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ બીજેપી પર નિશાન તાકતાં કહ્યું કે, હરિયાણામાં એવું એક પણ ગામ નહીં હોય જ્યાંનો કોઇ જવાન શહીદ ન થયો હોય. કદાચ એટલા જવાનો સરહદ પર દેશની સુરક્ષામાં શહીદ થયા છે જેટલા તો ગુજરાતમાંથી સેનામાં અત્યાર સુધી ભરતી પણ થયા નહીં હોય. ચૌટાલાએ આગળ કહ્યું કે, તેથી બીજેપી અમને રાષ્ટ્રવાદનો પાઠ ન ભણાવે.

જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ બીજેપી પર હુમલો કરતા કહ્યું કે, બીજેપી હરિયાણાને રાષ્ટ્રવાદના પાઠ ન ભણાવે, જે લોકોએ ભારત માટે પોતાના જીવ આપ્યા છે તેમાં સૌથી વધારે હરિયાણાથી છે. કદાચ જેટલા જવાનો બોર્ડર પર શહીદ થયા છે એટલા તો ગુજરાતમાંથી જવાનો અત્યાર સુધી સેનામાં ભરતી પણ નહીં થયા હોય. ઉલ્લેખનીય છે કે બીજેપી દ્વારા રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યા હોવાના સવાલ પર તેમણે કહ્યું કે બે ગુજરાતી અમને એ ન સમજાવે જ્યાંથી લોકો સેનામાં જવાથી પણ ડરે છે.

ચૌટાલાએ કહ્યું કે હરિયાણામાં એવું એક પણ ગામ નહીં હોય જ્યાંથી કોઇ લાલ શહીદ ન થયો હોય. આ ભૂમિ પર ગર્વ છે જેને દેશને મજબુત બનાવ્યું છે. ચીનની સીમા હોય કે પાકિસ્તાનની સીમા દેશના 10 જવાનોમાંથી એક જવાન હરિયાણાનો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp