Royal Enfield લાવી રહી છે અત્યાર સુધીની સૌથી દમદાર બાઈક Bobber 838

PC: maxabout.com

દેશની પ્રમુખ બાઈક નિર્માતા કંપની Royal Enfield તેના વાહનોના પોર્ટફોલિયોમાં ફરી એકવાર જોરદાર બાઈક સામેલ કરવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં તેની કોન્સેપ્ટ બાઈક Bobber 838 રજૂ કરી શકે છે. આ બાઈકને પહેલીવાર ઈટલીમાં યોજાયેલા EICMA મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી.

Royal Enfield Bobberને KX કોન્સેપ્ટની રીતે પણ ઓળખવામાં આવે છે. જેમાં કંપનીએ એલઈડી ડે ટાઈમ રનિંગ લાઈટ્સની સાથે હેડલાઈટ્સનો પ્રયોગ પણ કર્યો છે. તેના સિવાય બાઈકમાં મોક્સીસ ટાયર અને અલૉય વ્હીલ્સને પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ બાઈકમાં કંપનીએ 838ccની ક્ષમતાવાળું વી-ટ્વીન ફ્યૂલ ઈંજેક્શન એન્જિનનું પ્રયોગ કર્યો છે. જે 90PSનો પાવર અને 100Nmનું ટોર્ક નજરેટ કરે છે.

આ બાઈકની લંબાઈ 2,160mm,પહોળાઈ 778mm અને ઊંચાઈ 998mm છે. તેના સિવાય બાઈકમાં 19 ઈંચનું અલૉય વ્હીલ આપવામાં આવ્યું છે. 6 સ્પીડગિયર બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં તો આ બાઈકને કંપનીએ માત્ર કોન્સેપ્ટ તરીકે જ રજૂ કરી છે.

ફિચર્સઃ

Royal Enfield Bobberમાં કંપનીએ કનેક્ટિવિટી ફીચર્સને પણ સામેલ કર્યું છે. જેથી બાઈક ઈન્ટરનેટ જોડે કનેક્ટ જ રહેશે. જેમાં બ્લૂટૂથ, હોટસ્પોટ અને GPS પણ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp