મેચમાં ફેને કોહલીને મળવા મેદાનમાં લગાવી દોડ, સિક્યોરિટી ઉંચકી ગયો, જુઓ વીડિયો

PC: twitter.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પોતાના અંતિમ ચરણમાં છે. IPLની હવે અંતિમ બે મેચ બચી છે. પહેલી બે મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ હતી. પહેલી ક્વાલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT)એ રાજસ્થાન રૉયલ્સ (RR)ની રોમાન્ચક મેચમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે અને બુધવારે રાત્રે થયેલી એલિમિનેટર મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને હરાવીને ટ્રોફી જીતવા માટે એક પગલું આગળ વધાર્યું છે.

કોલકાતાના ઐતિહાસિક મેદાન પર એક ઘટના જોવા મળી, જ્યારે એક દર્શક વિરાટ કોહલીને મળવા માટે મેદાન પર આવી ગયો. પરંતુ પોલીસકર્મીઓએ સ્થિતિને સંભાળી અને દર્શકને બહાર લઈ ગયા. મેદાન પર થયેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દર્શક વિરાટ કોહલી તરફ ભાગતો નજરે પડ્યો તો કેટલાક પોલીસકર્મી તેની તરફ દોડ્યા અને એક પોલીસકર્મીએ દર્શકે પોતાના ખભા પર લીધો અને મેદાન બહાર લઈ ગયા.

આ બધુ જોઈને દર્શકો સાથે સાથે વિરાટ કોહલી પણ હસતો હસતો લોટપોટ થઈ ગયો અને તેને પોતાના સાથી ખેલાડીને જણાવ્યું કે, કઈ રીતે આ બધી ઘટના થઈ. લખનૌ વિરુદ્ધ થયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 25 રનોનું યોગદાન આપ્યું. એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 14 રઅને હરાવી અને ફાઇનલમાં પ્રવેશ માટે બીજી ક્વાલિફાયરમાં તેનો સામનો આજે રાજસ્થાન રૉયલ્સ સાથે થશે.

કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રનનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ સીમિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 193 રન જ બનાવી શકી. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રજત પાટીદારે 54 બૉલમાં 112 રનોની શાનદાર ઇનિંગ રમી અને તેને આ શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પવામાં આવ્યો હતો. આજે IPL 15ની ફાઇનલિસ્ટ બીજી ટીમ મળી જશે.

આજે રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બીજી એલિમિનેટર મેચ થવાની છે. આ મેચમાં જેની જીત થશે તે ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. જો રાજસ્થાન રૉયલ્સ ફાઇનલમાં પહોંચે છે તો તે પોતાની બીજી ટ્રોફી હાંસલ કરવાનો પ્રયત્ન કરશે. જ્યારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધી એક પણ સીઝનમાં ટ્રોફી હાંસલ કરી શકી નથી તો તેની નજરે પોતાની પહેલી ટ્રોફી પર હશે. એ જ રીતે ગુજરાત ટાઈટન્સ નવી ટીમ છે અને તે ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેની નજર પણ પહેલી IPL ટ્રોફી મેળવવા પર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp