6 માર્ચથી સાબરમતી અને જોધપુર વચ્ચે અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન દૈનિક દોડશે

PC: PIB

પશ્ચિમ રેલવે સ્થાનિક રહેવાસીઓની માંગ અને સગવડને ધ્યાનમાં રાખીને તારીખ 05 માર્ચ 2021 થી જોધપુરથી સાબરમતી અને તારીખ 06 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી સાબરમતીથી જોધપુર વચ્ચે એક અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 04822 સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેન 05 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ સવારે 07:00 વાગ્યે સાબરમતીથી ચાલીને સાંજે 19:10 વાગ્યે જોધપુર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 04821 જોધપુર-સાબરમતી સ્પેશિયલ 05 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી દરરોજ જોધપુરથી સવારે 09:40 વાગ્યે ઉપડશે અને 20:45 વાગ્યે સાબરમતી પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ખોડીયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસન, મેહસાણા, ઉંઝા, સિદ્ધપુર, છાપિ, ઉમરદ્દશી, પાલનપુર, કરજોડા, ચિત્રાસણી, જેથી, ઇકબાલગઢ, સરોતરા રોડ, અમિરગઢ, માવલ, આબુરોડ, મોરથલા, કિવરલી ભીમના, સ્વરૂપગંજ, બનાસ, પિંડવાડા, કેશવગંજ, જાના કોટહર, મોરી બેડા, જવાઇ બાંધ, બિરોલિયા, ફાલના, ખીમેલ રાની, જવાલી, સોમેસર, ભીનવાલિયા, બંતા રઘુનાથગઢ, આંવા, મારવાડ જંકશન, રાજકિયાવાસ, બોમાદ્રા, પાલી મારવાડ, કૈરલા, રોહત, લુણી જંકશન, હનવંત, સાલાવાસ, બાસની અને ભગતની કોઠી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 9 અનરિઝર્વ કોચ હશે. આ સ્પેશિયલ મેઇલ એક્સપ્રેસ અનરિઝર્વ ટ્રેન તરીકે ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp