સીતા માતા પર અભદ્ર ટિપ્પણી કરનારને GoAirએ નોકરીમાંથી કાઢી મૂક્યો

PC: forbesindia.com

ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ હોય કે પારસી સૌ માટે સમાન અધિકારો છે. બંધારણમાં પણ દરેકને પોતપોતાના ધર્મમાં આસ્થા રાખવાનો અને તેનો પ્રચાર-પ્રસાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં અનેક ધર્મના લોકો વસે છે અને ભાતભાતની જાતિઓ, બોલીઓ ધરાવતા લોકો પણ અહીં વસે છે. એટલે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ વસે છે અને એ જ બીજા દેશો કરતાં ભારતને અલગ પાડે છે.

એવામાં કોઈ દેવી-દેવતાને લઈને અભદ્ર ટિપ્પણી કરવી એ ગુનો છે. દરમિયાન સોશિયલ મીડિયા પર સીતાને લઈને અભદ્ર ટિપ્પણી કરનાર ટ્રેઈની ઓફિસરને GoAir દ્વારા તાત્કાલિક પ્રભાવથી કાઢી મુકવામાં આવ્યો છે. એરલાઈન્સ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ વ્યક્તિ કે કર્મચારીના ખાનગી વિચારોથી તેમને કોઈ લેવાદેવા નથી. એક રિપોર્ટ મુજબ, GOAirએ આપેલા પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, એરલાઇન્સ કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી દ્વારા કરવામાં આવેલા કે, વ્યક્તિગત આપવામાં આવેલા વિચારો સાથે સંબંધ નથી ધરાવતી. તાત્કાલિક પ્રભાવથી ટ્રેઈની ઓફિસર આસિફ ખાનનો કરાર સમાપ્ત કરવામાં આવે છે.

એ સિવાઈ એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમારી નીતિ બધા કર્મચારીઓ માટે શૂન્ય સહિષ્ણુતાની છે. જેમાં કર્મચારીઓએ રોજગાર નિયમોનું પાલન કરવું પડે છે. તેમા સોશિયલ મીડિયાનો વ્યવહાર પણ સામેલ છે. હકીકતમાં આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ટ્વીટર પર #BoyCottGoAir ટ્રેડ થવા લાગ્યું. ત્યારબાદ GoAirના કર્મચારી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ ગયો. લોકો કાર્યવાહી કરવાની માંગણી કરવા લાગ્યા. ત્યારબાદ એરલાઈને આ પગલું ઉઠાવ્યું હતું. આસિફ ખાને ટ્વીટર પર સીતાને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. કર્મચારીએ પોતાના પ્રોફાઈલમાં ઉલ્લેખ કર્યો હતો કે, તે GOAirમાં કેબિન ક્રૂ મેમ્બર છે. ત્યારબાદ ટ્વીટનો સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ લોકોએ પોતપોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી હતી અને તેના પર કાર્યવાહી કરવાની માંગણી કરવા લાગ્યા હતા.

નેટિજેન્સે આસિફ ખાનને કંપનીમાંથી બહારનો રસ્તો દેખાડવાથી GOAir પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. નેટિજન્સે કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓ પર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે તેણે પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા. આ પહેલા સોશિયલ મીડિયા પર સીતા માતા વિરુદ્વ અભદ્ર ટિપ્પણી અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનારા RSSના કાર્યકર્તાની મારીમારીને હત્યા કરવાનો મામલો પણ સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રશાંત પટેલ ઉમરાવે લખ્યું હતું કે, ‘ખંડવા, MPમાં સંઘ કાર્યકર્તા રાજેશ ફૂલમાલી (26) દ્વારા ફેસબુકમાં સીતા માતા પર અપશબ્દની ફરિયાદ પોલીસને કરતા 18 મેના રોજ રોઝેદારોએ મોબલિંચિંગ કર્યું હતું, ત્યારબાદ કાર્યકર્તાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. 15 નમાઝીઓની ધરપકડ કરવામાં આવી છે. અમારી ટીમ રાજેશના પરિવારને ન્યાય અપાવવા માટે તત્પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp