કેપ્ટન રોહિત શર્માના ફેન્સ માટે આનંદના સમાચાર

PC: khabarchhe.com

ઈંગ્લેન્ડ સામેની વન-ડે અને T20 સીરિઝ અગાઉ ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા કોરોના ફ્રી થઈ ગયો છે. તેના સતત ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે રોહિત 7 જુલાઈથી શરૂ થનારી 3 મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ટીમનું સુકાન સંભાળશે. બર્મિંગહામમાં રમાઈ રહેલી 5મી ટેસ્ટ પહેલા રોહિત શર્માને કોરોના સંક્રમિત થયો હતો. જેના કારણે તેને મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.

રોહિતની ગેરહાજરીમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવાની જવાબદારી ચેતેશ્વર પૂજારાએ નિભાવી છે. રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ મયંક અગ્રવાલને પણ ઈંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો.

રોહિત શર્મા ક્વોરેન્ટાઇનમાંથી બહાર આવી ગયો છે. હવે તેમને કોરોના પ્રોટોકોલ હેઠળ ફેફસાના ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ પછી તે ટીમમાં સામેલ થઈ શકશે. કોરોના મહામારીની સૌથી વધુ અસર ફેફસાં પર પડી છે.

બર્મિંગહામમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. ઈંગ્લેન્ડની આખી ટીમ પ્રથમ દાવમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવના આધારે 132 રનની લીડ મળી છે. પ્રથમ ઇનિંગમા ભારતીય ટીમે તમામ વિકેટ ગુમાવીને 416 રન બનાવ્યા હતા. પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટે 222 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતે એક સમયે 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પંત અને જાડેજાએ ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. પંતે 111 બોલમાં 146 રન અને જાડેજાએ 194 બોલમાં 104 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રિષભ પંત ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં નહીં રમે. આ તમામ ખેલાડીઓ 1 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થનારી ટેસ્ટ મેચમાં રમી રહ્યા છે. આ મેચ 5 જુલાઈના રોજ સમાપ્ત થશે અને પ્રથમ T20 મેચ 7 જુલાઈએ યોજાવાની છે. આ સ્ટાર્સ સિરીઝની બીજી મેચથી ટીમનો ભાગ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp