ગરીબોને અન્યાય અને ખાનગી શાળાઓના વેપલાને વધારવા સરકારના દાવપેચ

PC: neweraschool.com

પૂર્વ વડાપ્રધાન મનમોસનસિંહની નીતિના કારણે શિક્ષણ મેળવવાના કાયદાના અધિકારથી ગરીબ લોકોને ખાનગી શાળામાં હવે શિક્ષણ મળતું થયું છે. પણ ગુજરાતની ભાજપ સરકાર તેમાં પણ રાજનીતિ કરીને ગરીબને ઓછો લાભ મળે અને ખાનગી શાળાના માલિકોને લાભ મળે તે માટે દાવપેચ કરી રહી છે. 2017-18ના શૈક્ષણિક સત્ર દરમિયાન 1,03,238 ગરીબ વિદ્યાર્થીને ખાનગી શાળામાં RTE હેઠળ પ્રવેશ મળવો જોઈતો હતો. પણ તેના અડધા એટલે કે 55,105 બાળકોને જ શાળામાં પ્રવેશ આપવાની મંજૂરી મળી હતી.

બે લાખ બાળકો આ રીતે પ્રવેશ મેળવવા માંગતા હતી. પણ સરકારે 81,271 અરજીને જ માન્ય ગણી હતી. તેમાંએ ગુજરાત સરકારે કાતર ફેરવીને 74,198 બાળકોને પ્રવેશ માટે મંજૂરી આપી હતી. પણ તેમાં ખરેખર તો 55,105 બાળકો જ પ્રવેશ મેળવી શક્યા હતા. આમ 48,133 બેઠક ખાલી રહી હતી. જેના પર ગરીબ બાળકોને પ્રવેશ મળવો જોઈતો હતો પણ સરકારે રાજકારણ રમીને શાળાના માલિકોને ફાયદો કરાવવા માટે તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ભાજપ સાથે જોડાયેલાં કેટલાંક શાળાના માલિકોએ તો એક પણ ગરીબ બાળકને પ્રવેશ આપ્યો નથી.

કેટલીક શાળાઓએ સાચી સંખ્યા જણાવી નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંગ 8 વર્ષ પહેલાં આ કાયદો લાવ્યા હતા. જેનો અમલ ગુજરાત સરકારે ગયા વર્ષે કર્યો છે. તેનો મતલબ કે 8 વર્ષ સુધી ભાજપ સરકારે તેનો અમલ ગુજરાતમાં થવા દીધો ન હતો. પ્રજાએ આંદોલનો અને કોર્ટ કેસ કર્યા પછી જ તેનો અધકચરો અમલ કર્યો છે. આમ થવાનું કારણ એવું બતાવવામાં આવે છે કે, શાળાઓ ભાજપના મળતીયાઓ ચલાવી રહ્યાં છે. અને તેઓ ભરપુર નાણાં ભાજપને ફંડ માટે આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp