ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત સાથે કૌભાંડનો આરંભ!

PC: youtube.com

ગુજરાતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવતી મગફળીમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી છે. ગુણીમાં 31 કિલો મગફળી ભરીને તેની ઉપર 35 કિલોનો સિક્કો મારવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ હલકી ગુણવત્તાના બારદાનમાં માલ ભરવામાં આવતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

ખેડૂતોને મગફળીના પુરતા ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવ જાહેર કરીને ખરીદી શરૂ કરી છે. મગફળી ખરીદીની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. નાના કેન્દ્રો ઉપર રોજના પાંચથી સાત ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવે છે. રાજયમાં સરકાર વતી ટેકાના ભાવે નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લીમાં મગફલી ખરીદીમાં મોટાપાયે કૌભાંડ થતું હોવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી છે. અરવલ્લીમાં લગભગ 5થી વધારે કેન્દ્રો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ચાલી રહી છે. તેમજ ખરીદેલી મગફળી ભરવા માટે બારદાન મોકલવામાં આવ્યા છે આ બારદાન હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત બારદાન ઉપર નાફેડનો કોઈ સિક્કો નહીં હોવાનું જાણવા મળે છે.

ટેકાના ભાવે ખરીદવામાં આવતી 31 કિલો જેટલી મગફળી ભરીને બારદાન ઉપર 35 કિલોનો સિક્કો મારવામાં આવે છે. તંત્રની આ કામગીરી સામે ખેડૂતોએ મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તેમજ યોગ્ય બારદાનમાં સરખી રીતે મગફળી ભરવાની ખેડૂતોએ માગ કરી છે. ગત વર્ષે પણ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વ્યાપક ભષ્ટ્રાચાર સામે આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં મગફળીના સરકારી ગોડાઉનમાં આગ લાગતા મગફળી ખરેદીમાં મોટા પાયે ભષ્ટ્રાચાર થયાનો પર્દાફાશ થયો હતો. ત્યારે આ વખત ટેકાના ભાવે મગફળી ખરીદીના થોડા દિવસોમાં જ ખેડૂતોએ ભષ્ટ્રાચારની આશંકા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp