સરકારી કર્મચારીઓ અને અમીરોને આ રાજ્યમાં મળશે મફત LPG, સરકારે આપી સુચના

PC: etimg.com

હિમાચલમાં હવે અમીર અમીર-ગરીબ, દરેક જાતિ, વર્ગ અને ત્યાં સુધી કે સરકારી કર્મચારી-પેન્શનરોને પણ પ્રદેશની સરકાર મફતમાં LPGની સેવા આપશે. શરત એટલી જ કે તેમની પાસે પહેલાથી કોઈ ગેસની સેવા નહિ હોય. તેના સિવાય 2 ઓક્ટોબર 2019 સુધી અલગ થયેલા કે નવા પરિવારો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. 24 મે 2018માં  શરૂ કરવામાં આવેલી હિમાચલ ગૃહિણી સુવિધા યોજના હેઠળ પ્રદેશના 100 ટકા પરિવારોને સરકારે ઘરેલૂ ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

ખાદ્ય નાગરિક અને ગ્રાહક મામલા વિભાગના સચિવ અમિતાભ અવસ્થીએ 13 નવેમ્બરના રોજ યોજનાના સંશોધિત નિયમોની માહિતી જાહેર કરી છે. જેમાં અમીર લોકો, ઠેકેદારો અને સરકારી કર્મચારીઓ પણ મફતમાં LPGની સેવા હાંસલ કરી શકે છે.

માહિતી અનુસાર, એવા પરિવારો જેમની પાસે હજુ સુધી કોઈ ગેસ કનેક્શન નથી અને તે જનરલ, એસસી, એસટી કે ઓબીસી જેવી શ્રેણી સાથે સંબંધ ધરાવતા હોય, તેઓ સંબંધિત ગ્રામ કે પંચાયત અને નગર પરિષદની પાસે 30 નવેમ્બર 2019 પહેલા અરજી કરી શકે છે.

મહિલાના નામથી કરવાની રહેશે અરજીઃ

અરજી પત્રની સાથે પરિવારના દરેક સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્ષની સાથે બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષને અટેચ કરવાનું રહેશે.

શરૂઆતમાં બીપીએલ શ્રેણી અને અંત્યોદય શ્રેણીથી સંબંધિત પરિવારોને જ ગેસ કનેક્શન મળતા હતા. હવે સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાની જેમ હિમાચલ સરકારે ગૃહિણી યોજના શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp