ગુજરાત વિધાનસભાની વિવિધ 18 સમિતિઓની રચના કરાશે

PC: Khabarchhe.com

ગુજરાત વિધાનસભાના નિયમોનુસાર દર વર્ષે બજેટસત્ર બાદ ગૃહની વિવિધ કુલ 18 જેટલી સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે. તેના ભાગરૂપે ગૃહની ચાર નાણાકીય સમિતિઓ તથા 14 બીન નાણાકીય સમિતિઓની નવેસરથી રચના કરવામાં આવનાર છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ સમિતિઓની રચના કરવા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નાણાકીય સમિતિઓના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તા.26મી જૂન, 2020 જ્યારે બીન નાણાકીય સમિતિઓના નોમિનેશન મોકલવાનો છેલ્લો દિવસ તા.30મી જૂન, 2020 ઠરાવવામાં આવ્યો છે. ત્યારબાદ વિધાનસભાની તમામ સમિતિઓની રચના થશે તેમ ગુજરાત વિધાનસભાની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp