Jioએ દુનિયાનું પ્રથમ નેટિવ વીડિયો કોલ આસિસ્ટન્ટ જાહેર કર્યું

PC: ournetcdn.net

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2019માં રિલાયન્સ Jio ઇન્ફોકોમ લિમિટેડ (Jio)એ એની પેટન્ટ-ફાઇલ્ડ ઇનોવેશન – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડિયો કોલ આસિસ્ટન્ટ (BOT) જાહેર કરી હતી, જે અન્ય કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત વિના 4જી ફોન કોલ દ્વારા સુલભ થઈ શકશે. Jio વીડિયો કોલ આસિસ્ટન્ટ કસ્ટમર સપોર્ટ અને કસ્ટમર કમ્યુનિકેશન યુઝ કેસમાં પરિવર્તન લાવવાની સંભવિતતા ધરાવે છે. આ સાથે હાલનાં ગ્રાહકની ચિંતાઓ એન્ડલેસ કોલ-હોલ્ડ મ્યુઝિક કે સતત આઇવીઆર વેઇટ-ટાઇમ્સ કાયમ માટે દૂર થઈ છે.

ઇનોવેટિવ કસ્ટમર એંગેજમેન્ટ વીડિયો આસિસ્ટન્ટ સોલ્યુશન અમેરિકામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રેડેસિસ સાથે જોડાણમાં વિકસાવવામાં આવી છે. રેડિસિસ દુનિયાભરમાં ઓપન ટેલીકોમ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં અગ્રણી સર્વિસ પ્રોવાઇડર્સમાં સામેલ છે. AI આધારિત Jio વીડિયો કોલ આસિસ્ટન્ટ વ્યવસાયો અને અન્ય યુઝર્સ તેમનાં ગ્રાહકો પાસેથી સતત પ્રશ્રોનું સમાધાન કરવાનાં ભાગરૂપે ઝડપી અને સાતત્યપૂર્ણ સોલ્યુશન માટે સક્ષમ બનાવે છે, જે તેમનાં ફ્રન્ટેન્ડ કમ્યુનિકેશનને સરળ બનાવે છે. આ બ્રાન્ડને ગ્રાહક સાથે જોડાણનાં અનુભવને અસરકારક અને સરળ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઓફર કરવામાં મદદરૂપ થાય છે.

Jio વીડિયો BOT પાવરફૂલ AI-આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ ગ્રાહકોનાં પ્રશ્રો સાંભળવામાં અને તેમને સૌથી વધુ ઉચિત રીતે જવાબ આપવા માટે કરે છે. ઉપરાંત પ્લેટફોર્મ વિશિષ્ટ ઓટો-લર્નિંગ ફીચર ધરાવે છે, જે સચોટ જવાબની પ્રક્રિયા આપવાને સુધારવામાં મદદ કરે છે. Jio BOT પ્લેટફોર્મની સાથેનું ટૂલ Jio BOT મેકરનો ઉદ્દેશ નાનાં વ્યવસાયોને કોડિંગ વિના અને લઘુતમ પ્રયાસ સાથે AI આધારિત પોતાનું BOT ક્રિએટ કરવા સક્ષમ બનાવવાનો છે. વીડિયો BOT વિવિધ કસ્ટમર એંગેજમેન્ટ જરૂરિયાતો પૂર્ણ કરવામાં અતિ કસ્ટમાઇઝ બની શકશે, ત્યારે મનુષ્ય જેવું ઇન્ટરેક્શન પ્રદાન કરી શકે છે.

બ્રાન્ડ વિશિષ્ટ અવતાર આપવા વીડિયો કોલ BOTને સ્વીકારી શકશે. આ અવતાર સામાન્ય કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ, સીઇઓ, બ્રાન્ડ એમ્બેસેડર કે અન્ય કોઈ પણ વ્યક્તિ અથવા બ્રાન્ડ દ્વારા પસંદ કરેલ અન્ય કોઈ પણ પાત્ર હોઈ શકે છે. આ AI આધારિત કસ્ટમર કેર અવતાર યુઝર્સને વીડિયો કોલ સક્ષમ હેલ્પલાઇન ડાયલ કરીને મેળવી શકશે. AI વીડિયો કોલ BOT તેમની પસંદગીની ભાષામાં ગ્રાહકો સાથે સંચાર કરવા બ્રાન્ડને સક્ષમ બનાવવા વિવિધ ભાષાઓમાં સક્ષમ બનાવશે.

Jio ઇન્ફોકોમ લિમિટેડનાં પ્રેસિડન્ટ મેથ્યૂ ઓમ્મેને કહ્યું હતું કે, ‘Jio વ્યવસાયોને તેમની કામગીરી અસરકારક રીતે હાથ ધરવા સક્ષમ બનાવવા ઇનોવેટિવ અને પ્રસ્તુત ડિજિટલ સોલ્યુશન્સ લાવવા કટિબદ્ધ છે તેમજ ભારતમાં લાખો વ્યવસાયો માટે ખરાં અર્થમાં ઇનોવેટિવ અને એંગેજિંગ પ્રોડક્ટ લાવવાનું આ પ્રકારનું એક ઉદાહરણ વીડિયો કોલ આસિસ્ટન્ટ છે. રેડિસિસ અમને દરેક માટે AIને સુલભ બનાવવામાં મદદ કરે છે, જેથી નાનાં કે મોટાં વ્યવસાયોને નવા અને વિકસિત ટેકનોલોજીઓનાં મીઠાં ફળ ચાખવા મળી શકે છે. રેડિસિસનું ઇનોવેશન 5G, આઇઓટી અને ઓપન સોર્સ આર્કિટેક્ચર સ્વીકારનાં ક્ષેત્રોમાં Jioની ગ્લોબલ ઇનોવેશન અને ટેકનોલોજી લીડરશિપ વેગ આપવામાં મદદ મળે છે.’ AI આધારિત વીડિયો કોલ BOT તમામ વ્યવસાયો – નાનાં કે મોટાં વ્યવસાયોને પુષ્કળ લાભ આપી શકે છે. તમામ ઉદ્યોગોમાં આ સોલ્યુશન નાની કે મોટી બ્રાન્ડને મદદરૂપ થશે, તેમનાં ગ્રાહકો સાથે સંપૂર્ણપણે, અનુકૂળ પરિવર્તનકારક ઇન્ટરેક્ટરેક્શન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp