અંબાણી-અદાણી પર માત્ર એટલે નિશાનો સાધી શકાય નહીં કે PMના ગૃહ રાજ્યના છે: હાર્દિક

PC: socialnews.xyz

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવા જઈ રહી છે. વિધનાસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ જ દેશની સૌથી જૂની પાર્ટીની ગુજરાત એકાઈમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે બુધવારે રાજીનામું આપી દીધું. તેમણે કોંગ્રેસ પાર્ટી પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા. હાર્દિક પટેલે ગુરુવારે પોતાની પૂર્વ પાર્ટીને આડે હાથ લીધી. તેમણે કોંગ્રેસ પર દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પર સતત ગુસ્સો ઉતારવાનો આરોપ લગાવ્યો.

હાર્દિક પટેલે કહ્યું કે, ‘બંને ઉદ્યોગપતિ પોતાની સખત મહેનતથી આગળ વધ્યા છે અને તેમના પર માત્ર એટલે નિશાનો સાધી શકાય નહીં કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના છે. એક ન્યૂઝ એજન્સીએ હાર્દિક પટેલાના સંદર્ભે લખ્યું કે, એક બિઝનેસમેન પોતાની સખત મહેનતથી ઉપર ઉઠે છે. તમે અદાણી કે અંબાણીને હંમેશાં ખરું-ખોટું નહીં સંભળાવી શકો. જો વડાપ્રધાન ગુજરાતના છે તો તેને લઈને અંબાણી અને અદાણી પર ગુસ્સો કેમ કાઢવો જોઈએ?’

હાર્દિક પટેલે કહ્યું કે, ‘એ માત્ર લોકોને ભરમાવવાની એક રીત છે. મેં કોંગ્રેસ પાર્ટીમાં પોતાના રાજનૈતિક જીવનના 3 વર્ષ બગાડ્યા. જો તેઓ પાર્ટીમાં ન હોત તો, ગુજરાત માટે સારી રીતે કામ કરી શકતા હતા. એ હકીકત છે કે કોંગ્રેસને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર કોટાનો ફાયદો થયો, પરંતુ કાર્યકારી અધ્યક્ષ બનવા છતા મને કોઈ જવાબદારી ન આપવામાં આવી. અહીં સુધી કે, મને પાર્ટીની મહત્ત્વની બેઠકોમાં પણ બોલાવવામાં ન આવ્યો. છેલ્લા 3 વર્ષમાં મારી પ્રેસ કોન્ફરન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.’

તેમણે કહ્યું કે, ’33 વર્ષથી 7-8 લોકો કોંગ્રેસ ચલાવી રહ્યા છે. મારા જેવા કાર્યકર્તા રોજ 500-600 કિલોમીટરની મુસાફરી કરે છે. જો હું એ લોકો વચ્ચે જઈને જમીની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરું છું તો AC રૂમમાં બેઠા મોટા નેતા, આ પ્રયત્નને બાધિત કરવાનો પ્રયત્ન કરે છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે, રાજીનામામાં રાહુલ ગાંધી પર નિશાનો સાધતા બુધવારે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, પાર્ટીના ટોચના નેતાઓનું ધ્યાન પોતાના મોબાઈલ ફોનમાં રહે છે અને ગુજરાત કોંગ્રેસના નેતા તેમના માટે ચિકન સેન્ડવિચની વ્યવસ્થા કરવામાં લાગેલા રહે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp