શોપિંગ મોલમાં ગ્રાહકને એક કલાક મફત પાર્કિંગની સુવિધા આપવી પડશે: હાઈકોર્ટ

PC: youtube.com

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા શોપિંગ મોલમાં ઉઘરાવવામાં આવતા પાર્કિંગ ચાર્જ સંદર્ભમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જસ્ટિશ બેલા ત્રિવેદી ચુકાદો આપતા જણાવ્યું કે શોપિંગ મોલમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને પ્રથમ એક કલાક મફત પાર્કિંગની સુવિધા આપવી પડશે ત્યારબાદના કલાક માટે મોલ માલિક પાર્કિંગ ચાર્જ વસૂલ કરી શકશે. હાઈ કોર્ટ દ્વારા રસ્તા ઉપર થઈ રહેલા ગેરકાયદેસર પાર્કિંગના મુદ્દે અમદાવાદ પોલીસને ઠપકો આપતા પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામા દ્વારા તમામ મોલ અને મલ્ટિપ્લેક્સને ગ્રાહકોને મફત પાર્કિંગ સુવિધા આપવાનો આદેશ આપ્યો હતો પોલીસનો દાવો હતો કે કોર્પોરેશન દ્વારા મોલ અને મલ્ટિપ્લેક્સને મંજૂરી આપવામાં આવી ત્યારે પાર્કિંગ વ્યવસ્થા આપવાની જવાબદારી સંબંધિત મોલ માલિકની હતી, પરંતુ મોલ દ્વારા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાને કારણે ગ્રાહકો પોતાના વાહન રસ્તા ઉપર પાર્ક કરે છે પોલીસે મોલ માલિકોને મફત પાર્કિંગની સુવિધા આપવાનો આદેશ આપ્યો હતો.

અમદાવાદ પોલીસના આ આદેશ સામે શોપિંગ મોલના માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી પોલીસના આદેશને રદ કરવાની માંગણી કરી હતી આ મામલે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકાર કોર્પોરેશન અને પોલીસ કમિશનરને સાંભળ્યા બાદ આદેશ આપ્યો હતો કે મોલમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને પહેલો કલાક મફત પાર્કિંગની સુવિધા આપવી પડશે ત્યારબાદ ટુ વ્હીલર માટે રૂપિયા 20 અને કાર માટે રૂપિયા 30 વસૂલ કરી શકશે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે રાજ્ય સરકારે પાર્કિંગ સુવિધા મફત હોવી જોઈએ. ચાર્જ વસુલ કરી શકાય તે અંગે પોલીસી આ સંજોગોમાં સરકારને પણ નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ સમગ્ર રાજ્ય માટે પાર્કિંગ પોલીસી જાહેર કરે જેથી પાર્કિંગની સમસ્યા નિવારી શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp