એક વર્ષથી ખાતો હતો ચમચી, 2 કલાકના ઓપરેશન બાદ પેટમાંથી નીકળી 62 ચમચી

PC: khabarchalisa.com

UPના મુઝફ્ફરનગરમાં એક વ્યક્તિના પેટમાંથી સ્ટીલની 62 ચમચી નીકળી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિએ પહેલા પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી, ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડૉક્ટરોએ તેનું ચેકઅપ કર્યું તો ખબર પડી કે તેના પેટમાં કોઈ વસ્તુ પડેલી છે. આ પછી તેનું ઓપરેશન કરવામાં આવ્યું, જેના પછી આ વાત સામે આવી છે.

આ ઘટના મુઝફ્ફરનગર જિલ્લાના મન્સૂરપુર વિસ્તારના બોપાડા ગામની છે. અહીં 40 વર્ષીય વિજયના પેટમાંથી સ્ટીલની 62 ચમચી નીકળી છે. આટલી મોટી સંખ્યામાં સ્ટીલની ચમચી બહાર આવતી જોઈને ઓપરેશન કરનારા ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેના પેટમાંથી કાઢેલા ચમચાના વીડિયો અને ફોટા પણ ચારેબાજુ વાયરલ થઈ રહ્યા છે, જેના પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ડૉક્ટરોનું પણ એવું કહેવું છે કે આવો કિસ્સો પહેલીવાર જોવા મળ્યો છે. તેઓ વિચારે છે કે કોઈ વ્યક્તિ આટલી બધી ચમચી કેવી રીતે ખાઈ શકે છે અને કોઈ આવું કેમ કરતા હશે.

મળતી માહિતી મુજબ, વિજયને પહેલા પેટમાં દુ:ખાવો થયો હતો, ત્યારબાદ તે ચેકઅપ માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. ચેકઅપ દરમિયાન ડૉક્ટરોને જાણવા મળ્યું કે તેના પેટમાં કોઈ વસ્તુ છે અને તેથી તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આવી સ્થિતિમાં, ડૉક્ટરો દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેના પેટમાંથી સ્ટીલની 62 ચમચી કાઢી લેવામાં આવી. આ મામલે બોલતા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે વિજયની હાલત નાજુક છે અને તે હાલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ ICUમાં છે.

અહીં તમને જણાવી દઈએ કે, વિજયના પરિવારજનોએ આ ઘટનાને લઈને નશા મુક્તિ કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે. તેઓ કહે છે કે વિજયને દારૂની લત છોડાવવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને ચમચી ખવડાવવામાં આવી હતી. આ અંગે વાત કરતા ડૉ. રાકેશ ખુરાના કહે છે કે, દર્દીએ તેમને કહ્યું છે કે, તેણે આ ચમચીઓ ખાધી છે અને તે છેલ્લા એક વર્ષથી તે ખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, પુરા બે કલાક સુધી તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં તે ડૉક્ટરોની દેખરેખ હેઠળ ICUમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp