મલાલાએ કહ્યું-પાકિસ્તાનને આપી દો કાશ્મીર,ભારતીય ખેલાડીએ આવી રીતે કરી બોલતી બંધ

PC: tfipost.com

ભારતીય નિશાનેબાજ હિના સિદ્ધૂએ પાકિસ્તાનની નોબેલ એવોર્ડ વિજેતા મલાલા યૂસુફઇને કાશ્મીર મુદ્ધે આપેલા નિવેદન પર કરારો જવાબ આપ્યો છે. મલાલાએ સોશિયલ મીડિયા પર કાશ્મીરી યુવતિઓની હાલત પર લખ્યું હતું. જેના પર હિનાએ તેને કાશ્મીરની ચિંતા છોડી તેને પાકિસ્તાન ફરી જવાની વાત કહી હતી.

મલાલાએ શનિવારે ટ્વીટ કરીને કાશ્મીરની યુવતિઓના વિચાર વ્યક્ત કરતા લખ્યું હતું, હું સ્કુલ ન જઈ શકી તેના કારણે હું દિશાહીન અને નિરાશ અનુભવું છું. હું 12 ઓગસ્ટે મારી પરીક્ષા ન આપી શકી. હું મારા ભવિષ્યને લઈને અસુરક્ષિત મહેસૂસ કરું છું. હું એક લેખિકા બનવા માંગુ છું અને આઝાદ કાશ્મીરી મહિલા તરીકે મોટી થવા માંગુ છું. હાલમાં જે રીતના માહોલ છે, તે મારા માટે મુશ્કેલ થતું જાય છે.

હિનાએ મલાલાને જવાબ આપતા લખ્યું, તમારું કહેવું છે કે, કાશ્મીરને પાકિસ્તાનને સોંપી દેવામાં આવે, જેથી ત્યાંની યુવતિઓ જે ભણવામાં સારી છે તેમને ભણવાની સારી તકો મળી શકે. હિનાએ અહીં મલાલાને અરીસો દેખાડતા યાદ અપાવ્યું, કઈ રીતે તે પાકિસ્તાનમાં રહેતા લગભગ પોતાનો જીવ ગુમાવી બેઠી હતી. તે પોતાના દેશને છોડીને એવી રીતે ભાગી કે હજુ સુધી ત્યાં પાછી ફરી નથી. એના કરતા પહેલા તમે જ પાકિસ્તાન ફરી જઈને દેખાડો.

ધારા 370 હટાવ્યા પછી સતત તેને લઈને પાકિસ્તાન સરકાર અને તેના નાગરિકો તરફથી નિવેદનો આવી રહ્યા છે. જે મુદ્દે ભારતે પહેલેથી જ કહી દીધું છે કે, કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને તેના વિકાસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp