ઉત્તરાખંડમાં રાહતસામગ્રી લઈ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ

PC: bhaskar.com

આજે ઉત્તરાખંડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સવાર ત્રણ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે રાહત અને બચાવકાર્ય માટે એ હેલિકોપ્ટરને કામે લગાડવામાં આવ્યું હતું. આજે જ્યારે એ હેલિકોપ્ટર રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું ત્યારે એ ક્રેશ થઈ ગયું હતું, જેમાં ત્રણ લોકો સવાર હતા.

રાહત અને બચાવમાં લાગેલું એ હેલિકોપ્ટર ઉત્તરકાશી જિલ્લાના મોરીથી મોલ્દી જઈ રહ્યું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર પર કાબુ રાખી શકાયો નહોતો. ઉલ્લેખનીય છે કે પૂરને કારણે પાછલા કેટલાક દિવસોથી ઉત્તરાખંડના આઠ જિલ્લામાં ભારે તબાહી થઈ છે. કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે સ્થિતિ બેહદ છે. ઉત્તરકાશીમાં પણ ગયા રવિવારે વાદળ ફાટ્યું હતું, જેને કારણે સત્તર જેટલા લોકોના મોત થયા હતા અને હજુ પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલી રહ્યા છે.

પુરની આ સ્થિતિમાં અનેક જગ્યાએથી ભુસ્ખલનના સમાચારો પણ આવી રહ્યા છે, જ્યાં હજારો લોકો પૂર અને ભુસ્ખલનને કારણે આપદા વેઠી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી આ આપદા પર અત્યંત ઝીણવટથી નજર રાખી રહ્યા છે. તો રાહતકાર્ય માટે સૈન્ય પણ ઉત્તરાખંડ સરકાર સાથે જોડાયું છે. હાલમાં હેલિકોપ્ટર જ્યાં  ક્રેશ થયું છે ત્યાં લશ્કરના જવાનો પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp