Warએ તોડ્યો મોટો રૅકોર્ડ, પણ આ બે ફિલ્મો કરતા હજુ પાછળ

PC: indiatvnews.com

રીત્વિક રોશન અને ટાઈગર શ્રોફની ધમાકેદાર એક્શન ફિલ્મ વૉર રોજ નવા નવા રૅકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે વિકી કૌશલની ફિલ્મ ઉરીને પણ પછાડી દીધી છે. હવે આ ફિલ્મની નજર શાહિદની ફિલ્મ કબીર સિંહ પર છે. વૉર 300 કરોડ ક્લબમાં સામેલ થનાને થોડા જ પગલા દૂર છે. આ પહેલા પણ વૉર ફિલ્મે ઘણાં રૅકોર્ડ તોડ્યા છે.

ફિલ્મે અત્યાર સુધીમાં 270 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 300 કરોડના ક્લબમાં સામેલ થવાને થોડા પગલા જ દૂર છે. તેના સિવાય આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મોની લિસ્ટમાં પણ સામેલ થઈ ગઈ છે. આ લિસ્ટમાં વૉર 12માં સ્થાને છે. આ પહેલા આ સ્થાન વિકી કૌશલની ઉરી ફિલ્મનું હતું. હવે તેની નજર 11માં સ્થાન પર છે. જ્યાં શાહિદની કબીર સિંહ છે.

કમાણીની વાત કરીએ તો, સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મોમાં સૌથી ટોચના સ્થાન પર બાહુબલી-2 છે. આ ફિલ્મની ટોટલ કમાણી 510.99 કરોડ રૂપિયા છે. ત્યાર બાદ 387.38 કરોડની કમાણીની સાથે આમિરની ફિલ્મ દંગલ બીજા સ્થાને છે. આ ફિલ્મોનું કલેક્શન જોતા લાગી રહ્યું છે કે, કદાચ વૉર ત્યાં સુધી ન પહોંચી શકે. જો વૉર 300 કરોડ રૂપિયાની કમાણી કરી લે તો આ 2019ની 300 કરોડ ક્લબની પહેલી ફિલ્મ બની જશે. આ ફિલ્મ વિદેશોમાં પણ સારી એવી કમાણી કરી રહી છે.

અત્યાર સુધીમાં વૉર 8 રૅકોર્ડ તોડી ચૂકી છે. ટાઈગર શ્રોફના કરિયરની આ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ સાબિત થઈ. ફિલ્મી રીલિઝ થયા પછી તેનો પ્રતિસાદ મિશ્ર હતો, તેમ છતાં ફિલ્મે સારી એવી કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp