સ્ટેડિયમમાં કૂતરા સાથે ફરતા IAS દંપતીની થઈ ગઈ બદલી, એકબીજાથી 3500 km દૂર થઈ ગયા

PC: aajtak.in

દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કુતરા સાથે ફરવાને લઈને IAS અધિકારી સંજીવ ખિરવાર હાલમાં વિવાદોમાં છે. તેમને કદાચ એ વિચાર્યું નહીં હોય કે, કુતરા સાથે સ્ટેડિયમમાં ફરવું કેટલું મોંઘુ પડશે. આ ટેવના કારણે હવે તેઓ પોતાના પરિવારથી 3500 કિલોમીટર દૂર થઇ ગયા છે. આ વિવાદ વધતા IAS સંજીવ ખિરવારની બદલી લદ્દાખ કરવામાં આવી છે. જ્યારે તેમની પત્નીની બદલી અરુણાચલ પ્રદેશમાં કરી દેવામાં આવી છે. આ બંને રાજ્યો વચ્ચે અંદાજે 3500 કિમીનું અંતર છે. પહેલા બંનેની પોસ્ટિંગ દિલ્હીમાં હતી.

દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરતા એક કોચે આક્ષેપ કર્યો હતો કે, પહેલા તેઓ રાતના 8 અથવા 8:30 સુધી ટ્રેનિંગ કરતા હતા, પરંતુ હવે તેમને 7 વાગ્યે ગ્રાઉન્ડ ખાલી કરવાનું કહેવામાં આવે છે. જેથી IAS ઓફિસર સંજીવ ખિરવાર ત્યાં પોતાના કુતરા સાથે ફરી શકે. કોચે કહ્યું કે, તેના કારણે તેમની રુટિન પ્રેક્ટિસ અને ટ્રેનિંગમાં તકલિફ થાય છે. ત્યાગરાજ સ્ટેડિયમ સાથે જોડાયેલા કોચ અને એથ્લીટ્સે પોતાની મુશ્કેલી જાહેર કરી હતી.

કોચે કહ્યું હતું કે, ક્યારેક ક્યારેક તેઓ 9 વાગ્યા સુધી પણ પ્રેક્ટિસ કરતા હતા. જેમાં તેમને અડધા કલાકનો બ્રેક પણ મળતો હતો. પરંતુ હવે તેઓ આમ કરી શકતા નથી. કેટલાક તો એવા પણ છે કે જેઓ 3 કિલોમીટર દૂર જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જવા લાગ્યા છે. આ બનાવ સામે આવતા વિવાદ ખુબ વધી ગયો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ. સરકારે IAS અધિકારી સંજીવ ખિરવારની બદલી લદ્દાખ અને તેમની પત્નીની બદલી અરુણાચલ પ્રદેશમાં કરી નાખી.

જાણવા મળી રહ્યું છે કે, આ મુદ્દે મુખ્ય સચિવે ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સંજીવ ખિરવાર 1994 બેચના IAS ઓફિસર છે. તેઓ દિલ્હીના રેવન્યૂ કમિશનર હોદ્દા ઉપર હતા. તેમની નીચે દિલ્હીના બધા જિલ્લા મેજિસ્ટ્રેટ કામ કરતા હતા. આ સાથે તેઓ દિલ્હી પર્યાવરણ વિભાગના સચિવ પણ હતા. તેમણે પોતાનું કરિયર ચંડીગઢમાં SDM તરીકે શરુ કર્યું હતું.

તેઓ દિલ્હી ઉપરાંત ગોવા, અંદામાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ અને ભારત સરકારના મહત્ત્વના હોદ્દા ઉપર રહ્યા છે. બીજી બાજુ ખિરવારે પોતાના ઉપર લાગેલા આરોપને ખોટો ગણાવ્યો છે. તેમણે એ સ્વીકાર્યું છે કે, તેઓ ક્યારે ક્યારે પોતાના કુતરા સાથે સ્ટેડિયમમાં ફરવા જતા હતા, પરંતુ એ આક્ષેપો ફગાવ્યા હતા કે તેના કારણે એથ્લીટ્સને પ્રેક્ટિસમાં મુશ્કેલી થતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp