ફાંસી પણ મળે તો અફસોસ નથી, જન્નતમાં મળશે હૂરઃ આફતાબનું ચોંકવનારું નિવેદન

PC: opindia.com

લિવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરવાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની પૂછપરછ અને પોલીગ્રાફી ટેસ્ટ પછી સતત ચોંકાવનારી ખબરો સામે આવી રહી છે. પૂછપરછ દરમિયાન તેણે પહેલી વખત ચોંકાવનારા સ્ટેટમેન્ટ આપ્યા છે. એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, આફતાબે કહ્યું છે કે તેને શ્રદ્ધાના મર્ડર કેસમાં ફાંસીની સજા થઈ જાય તો પણ કોઈ અફસોસ નથી. જન્નતમાં જવા પર તેને હૂર મળશે.

એટલું જ નહીં તેણે એ પણ કહ્યું છે કે, શ્રદ્ધા સાથેના લિવ ઈન દરમિયાન તેણે 20 થી વધુ હિંદુ છોકરીઓ સાથે પણ સંબંધ બનાવ્યા હતા. પોલીસને આપેલા આ સ્ટેટમેન્ટમાં આફતાબની કટ્ટર માનસિકતા સામે આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આફતાબે પૂછપરછ દરમિયાન કહ્યું કે બંબલ એપ પર તે હિંદુ છોકરીઓને શોધીને પોતાની જાળમાં ફસાવતો હતો. શ્રદ્ધાની હત્યા પછી એક મનોવિજ્ઞાનીને પોતાના રૂમમાં લાવ્યો હતો અને તે પણ હિંદુ હતી. તેને તેણે શ્રદ્ધાની રિંગ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. આ સિવાય બીજી ઘણી હિંદુ છોકરીઓ સાથે તે સંપર્કમાં હતો.

તેણે આગળ કહ્યું હતું કે શ્રદ્ધાની હત્યા કરીને તેના શવના ટુકડા કરીને ફેંકવાનો તેને જરા પણ અફસોસ નથી. શાતિર આફતાબ જ્યાં સુધી રિમાન્ડ પર હતો, તો પોલીસને ગુમરાહ કરી રહ્યો હતો. તેના ચહેરા પર ચિંતા પણ દેખાઈ રહી ન હતી. તેને શ્રદ્ધાની હત્યાનો થોડો પણ અફસોસ ન હતો. પૂછપરછ પૂર્ણ થયા પછી તે શાંતિથી સુઈ જતો હતો. તેણે પોલીસને સ્પષ્ટ કહ્યું હતું કે, શ્રદ્ધાની હત્યા કરીને તેના ટુકડા કરવાનું તેણે મુંબઈમાં હતા તે સમયનું નક્કી કરી લીધું હતું.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબે એવા કેટલીક સત્યો જણાવ્યા છે, જે ઘણા ચોંકાવી દેનારા છે. પોલીસ નાર્કો ટેસ્ટ પછી આ તથ્યોની પુષ્ટિ કરવા ઈચ્છે છે. પોલીગ્રાફ ટેસ્ટમાં તેણે જે કહ્યું છે, તેનાથી તપાસમાં ઘણી મદદ મળી છે. તેના દ્વારા પોલીસે તેના ઘરેથી પાંચ ચપ્પુ કબ્જે કર્યા છે, જે શ્રદ્ધાની લાશના ટુકડા કરવા માટે વાપર્યા હતા. આ સિવાય આશા છે કે બીજા ઘણા પુરાવા તેની વિરુદ્ધના પોલીસને આ ટેસ્ટ બાદમળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp