ભારતથી ક્રિક્રેટ રમીને પાકિસ્તાન આવતો તો લાગતુ ગરીબ દેશમાંથી..ઇમરાને મારી શેખી

PC: newsnationtv.com

પાકિસ્તાનના વઝીરે આઝમ ઇમરાન ખાનની સત્તાનું શાસન હાલક ડોલક થઇ રહ્યું છે,ગમે ત્યારે ખુરશી જાય તેવી નોબત ઉભી થઇ છે છતા ઇમરાખાનની અવળ ચંડાઇ હજુ ગઇ નથી. ગુરુવારે પાકિસ્તાનના એક નેશનલ પર કહ્યું હતું કે, 1980ના દશકમાં જયારે ભારતથી ક્રિક્રેટ રમીને પરત આવતો ત્યારે એવું લાગતું હતું કે કોઇ ગરીબ મુલ્કમાંથી અમીર મુલ્કમાં આવી ગયો હોય. મતલબ કે ઇમરાનને ભારત દેશ ગરીબ લાગતો હતો.

પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ખુરશી ખતરામાં છે. જો વિપક્ષનું ચાલશે તો શનિવારે જ પાકિસ્તાન સરકાર પડી જશે. શનિવારે ઇમરાન ખાને સંસદમાં બહુમતી સાબિત કરવાની છે. આ વચ્ચે પાકિસ્તાની પ્રધાનમંત્રીએ ગુરુવારે નેશનલ ટીવી પર રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું. એ વખતે ઇમરાને ઇમોશનલ ડ્રામાંનો દાવ રમવાની કોશિશ કરી હતી. તેણે ભારતને લઇને એવી વાત કહી જેને કારણે આખી દુનિયામાં ઇમરાનની મજાક ઉડી.

ઇમરાને કહ્યું હતું કે 1980ના દશકમાં જયારે પોતે ભારત ક્રિક્રિટ રમવા જતા અને જયારે પાકિસ્તાન પરત આવતા ત્યારે એવું લાગતું કે કોઇ ગરીબ દેશમાંથી અમીર દેશમાં આવી ગયો. ઇમરાનના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. લોકો તેમને યાદ અપાવી રહ્યા છે કે ભારતથી અલગ થયા પછી જયારે પાકિસ્તાન પાસે દેશ ચલાવવા રૂપિયા નહોતા ત્યારે ભારતે મદદ કરી હતી. એના માટે મહાત્મા ગાંધીએ ઉપવાસ પણ કર્યા હતા. પાકિસ્તાને આજ સુધી એ રકમ પરત કરી નથી.

ઇમરાન કાન સરકારના નાણા મંત્રી હફીઝ શેખને સેનેટની ચૂટંણીમાં હારનો સામનો કરવો પડયો છે  એ પછી વિપક્ષ હાવી થઇ ગયો છે અને ઇમરાન ખાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. ઝડપથી બદલાઇ રહેલી પરિસ્થિતિ વચ્ચે ઇમરાન ખાને ગુરુવારે સેના પ્રમુખ અને આઇએસઆઇના વડાની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. ઇમરાને કહ્યું હતું કે હું વિશ્વાસના મતનો પ્રસ્તાવ લાવી રહ્યો છું. પછી ભલે મારે વિપક્ષમાં બેસવું પડે કે સંસદની બહાર થવું પડે, કોઇ ફરક પડતો નથી. ઇમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે સેનેટની ચૂટણીમાં દેશમાં લાંબા સમયથી ભષ્ટ્રાચાર ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp