અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે 2 વર્ષ દુષ્કર્મ આચર્યું, થઇ ધરપકડ

PC: https://www.divyabhaskar.co.in

ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ પવિત્ર હોય છે. શિક્ષક ધારે તો વિદ્યાર્થીના ભવિષ્યનું ઘડતર કરીને તેને સફળતાના શિખર સુધી પહોંચાડી શકે છે. ત્યારે એક શિક્ષકની હેવાનિયતનો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. અમદાવાદમાં એક ખાનગી ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરાવતા શિક્ષકે તેના ક્લાસીસમાં આવતી એક વિદ્યાર્થીની સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ કર્યું હતું. પણ જ્યારે આ વિદ્યાર્થીનીની સગાઇ નક્કી થઇ ગઈ ત્યારે પણ આ નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને બ્લેકમેઈલ કરવાનું શરૂ રાખ્યું હતું. શિક્ષણ વિદ્યાર્થીનીને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી રહ્યો હતો. તેથી વિદ્યાર્થીનીએ આ નરાધમ શિક્ષકથી કંટાળીએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે સમગ્ર મામલે નરાધમ શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં એલન ક્લાસીસ આવેલું છે. આ ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો એક શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યો હતો. મયંક દીક્ષિતના ક્લાસીસમાં 2016માં એક સગીરા અભ્યાસ કરવા માટે જતી હતી. તે સમયે મયંક દીક્ષિતે વિદ્યાર્થીની પર નજર ખરાબ કરી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીના કેટલાક ફોટો અને વીડિયો પણ પોતાના મોબાઈલમાં બનાવી લીધા હતા. શિક્ષણ મયંક દીક્ષિત આ ફોટો અને વીડિયોના આધરે વિદ્યાર્થીનીને બ્લેકમેઈલ કરીને તેની સાથે બે વર્ષ સુધી સતત દુષ્કર્મ કરતો રહ્યો. નરાધમ શિક્ષકે 2016થી 2018 સુધી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ વિદ્યાર્થીનીના લગ્ન પરિવારના સભ્યોએ નક્કી કર્યા હતા. આ વાતની જાણ નરાધમ શિક્ષક મયંકને થઇ ગઈ હતી. તેથી તેણે આ વિદ્યાર્થીનીનો સંપર્ક કરીને તેને બ્લેકમેઈલ કરી હતી કે તે લગ્ન કરવાની ના કહી દે અને જો તે લગ્ન કરશે તો તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તેને બદનામ કરી દેવામાં આવશે. તેથી વિદ્યાર્થીનીએ અંતે આ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી હતી. તેથી પરિવારના સભ્યોએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષકની સામે ફરિયાદ નોંધાવી હતી.  

પોલીસે નરાધમ શિક્ષક મયંક દીક્ષિતની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, હાલ આ મયંક નામનો શિક્ષક બાયજુસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યો છે. હાલ તો પોલીસે મયંકની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp