માતા-પિતાને રૂમમાં બંધ કરી કાકાએ જીવતા સળગાવ્યા, દીકરીએ કર્યું ઘટનાનું વર્ણન

PC: tosshub.com

સંપતિનો વિવાદ ક્યારેક એટલી હદે વકરે છે કે ભાઈના હાથે ભાઈની હત્યા થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બિહારમાં સામે આવ્યો છે. જ્યાં જમીન વિવાદને લઇને નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભીને હત્યા કરી નાંખી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સમગ્ર મામલે આરોપી ભાઈ અને તેની પત્ની સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ મૃતકની મોટી દીકરીએ પોલીસની સમક્ષ કાકા અને કાકીએ સાથે મળીને માતા-પિતાને જીવતા સળગાવી દીધા હોવાનું નિવેદન આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર બિહારના સુપૌલમાં જમીન વિવાદમાં એક ભાઈએ તેના ભાઈ અને ભાભીને જીવતા સળગાવી ધીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સુપૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચકલા નિર્મલીની છે. મૃતક રામચંદ્ર મુખીયાની દીકરીએ જણાવ્યું હતું કે, કાકાએ જમીનની લાલચમાં તેના મતા અને પિતા ઘરમાં જે સમયે સુતા હતા ત્યારે તેમને જીવતા સળગાવી દીધા હતા. બાળકોએ કહ્યું હતું કે, કાકા રામલક્ષમણ મુખીયા વારંવાર જમીનને લઇને ઝઘડો કરતા હતા અને ઘણી વાર ધમકી આપતા હતા કે, જીવતા સળગાવીને મારી નાંખીશ. આવી ધમકી પછી કાકા અને કાકીએ અમારા માતા-પિતાને જીવતા સગાવી દીધા.

આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહો 90% સળગી ગયા હતા, જેના કારણે પોલીસને તપાસમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસમાં FSLની મદદ લેવાની વિચારણા કરી રહી છે. આ સમગ્ર મામલે આરોપી રામલક્ષમણ મુખીયા અને તેની પત્નીની ધરપકડ કરવામાં છે અને બંનેને પોલીસ સ્ટેશન લઇ જઈને બંનેની પૂછરપછ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ અલગ-અલગ મુદ્દાઓ પર આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

મૃતકની દીકરી રાણીએ જણાવ્યું હતું કે, કાકા એ જ તેના માતા-પિતાને ઘરમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા હતા. કાકાના ડરના કારણે તે પાડોશીના ઘરે રહેતી હતી અને રાણીની નાની બહેન તેની માસીના ઘરે રહેતી હતી. એકલતાનો લાભ ઉઠાવીને કાકા અને કાકીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ સમગ્ર મામલે DSP વિદ્યાસાગરે જણાવ્યું છે કે, પ્રાથમિક દૃષ્ટિએ એક ભાઈએ જમીન વિવાદમાં ભાઈની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp