કોરોના વોરીયર્સ સફાઈકર્મીઓને બે મહિનાથી નથી મળ્યો પગાર, આવું તો કેમ ચાલે?

PC: Youtube.com

કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતા પોલીસ, ડૉક્ટરો અને સફાઈકર્મીઓને કોરોના વોરીયર્સની ઉપાધી આપવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે શહેરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કરી રહેલા સફાઈકર્મીઓને કોરોના વોરીયર્સ કહેવામાં આવે છે પરંતુ તેમને પોતાના પગાર માટે તંત્રની સાથે હાથ જોડવા પડે છે. બોરસદમાં છેલ્લા બે મહિનાનો પગાર ન મળતા સફાઈકર્મીઓએ તંત્રની સાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સફાઈકર્મીઓની હડતાલના કારણે જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સફાઈકર્મીઓએ માંગ કરી છે કે, જ્યાં સુધી તેમને પગાર નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાના કામથી અળગા રહેશે.

રિપોર્ટ અનુસાર બોરસદમાં કોરોનાની મહામારી વચ્ચે શહેરને સ્વચ્છ રાખવાનું કામ કરતા કોરોના વોરીયર્સ સફાઈકર્મીઓને પાલિકા દ્વારા છેલ્લા બે મહિનાથી પગારની ચૂકવણી કરવામાં આવી નથી. બે મહિનાથી પગાર ન મળતા સફાઈકર્મીઓની હાલત કફોડી બની ગઈ છે. તેથી તેઓએ ના છૂટકે તંત્રની સાથે હડતાલનું કરવાની જાહેરાત કરી હતી. બોરસદમાં સફાઈકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર ઉતર્યા છે. છતાં પણ તંત્ર દ્વાર સફાઈકર્મીઓ સાથે કોઈ પણ વાતચીત કરવામાં આવી નથી. સફાઈકર્મીઓ એ તંત્રન સામે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેમને પગાર નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાન કામ પર પરત ફરશે નહીં. મહત્ત્વની વાત છે કે, સફાઈકર્મીઓને પગાર આપવાની સત્તા ચીફ ઓફિસરની પાસે છે પણ સફાઈકર્મીઓએ હડતાલનું એલાન કર્યા પછીથી ચીંફ ઓફિસર જ ગેરહાજર રહે છે.

છેલ્લા ત્રણ દિવસમાં બોરસદમાં સફાઈકર્મીઓએ શહેરની સફાઈ ન કરી હોવાના કારણે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે બોરસદ નગરપાલિકાના પ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું હતું કે, સફાઈકર્મીઓની હડતાલના કારણે શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગલા થઇ ગયા છે. કચરાના કારણે શહેરના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો બોરસદમાં સફાઈકર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ લાંબો સમય ચાલશે, તો શહેરમાં કોરોના અને ઋતુજન્ય રોગચાળો વકરી શકે છે.

સફાઈકર્મીઓને પગાર આપવા બાબતે નગરપાલિકાના પ્રમુખ રમેશ રબારીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં નગરપાલિકાની પાસે કોઈ આવક નથી અને પગાર સહિતની સત્તા ચીફ ઓફિસરની પાસે છે. પરંતુ જ્યારથી હડતાલ શરૂ થઇ છે ત્યારથી ચીંફ ઓફિસર ગેરહાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp