આ જગ્યાએ રિયલ એસ્ટેટ ડેવલપર્સ પેમેન્ટને બદલે તરબૂચ લઈ રહ્યા છે

PC: khabarchhe.com

ખતરનાક મંદીની અસર ચીનના બજારમાં દેખાઈ રહી છે. ચીનના રિયલ એસ્ટેટ ડેવલપર્સ પેમેન્ટના બદલામાં તરબૂચ લઈ રહ્યા છે. આ સિવાય અન્ય કૃષિ પેદાશોને પેમેન્ટ તરીકે સ્વીકારવામાં આવી રહી છે. ચાઇનીઝ ટાયર III અને IV શહેરોમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સે તાજેતરમાં વિવિધ પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરી છે.

ઘર ખરીદનારને ઘઉં અને લસણની સાથે તેમના ડાઉન પેમેન્ટનો ભાગ ચૂકવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતોને નવા બનેલા મકાનો ખરીદવા આકર્ષી શકાય.

ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, નાનજિંગમાં એક ડેવલપરે કહ્યું કે આનાથી ઘર ખરીદનારાઓ તેમના ઘર માટે 20 યુઆન પ્રતિ કિલોગ્રામના દરે તરબૂચનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકશે. કંપનીના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે હેડક્વાર્ટરના આદેશને પગલે આ પ્રમોશનલ પ્રોગ્રામને રદ કરવામાં આવ્યો છે.

સૂત્રોની માહિતી અનુસાર 8 જૂનથી 15 જુલાઈ સુધી શરૂ થનારા પ્રમોશનલ પ્રોગ્રામ માટેના એક પોસ્ટરમાં લખ્યું છે કે, ઘર ખરીદનારાઓને વધુમાં વધુ 5,000 કિલો તરબૂચ ચૂકવવાની છૂટ આપવામાં આવશે. જેની કિંમત 100,000 યુઆન છે. અભિયાનનો હેતુ સ્થાનિક તરબૂચના ખેડૂતોને ટેકો આપવાનો છે.

તમને જણાવી દઈએ કે ઘરેલુ દેવું 10 ટ્રિલિયન યુએસ ડોલરને સ્પર્શી ગયું છે. અને ચીનમાં લગભગ 27 ટકા બેંક લોન રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છે. આ ઉદ્યોગ એક સમયે ચીનમાં સૌથી મોટા જોબ સર્જક તરીકે જાણીતો હતો, પરંતુ હવે લેહમેન બ્રધર્સની 2008 નાદારીની સરખામણીમાં તેને 'લેહમેન મોમેન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ચીનમાં હાઉસિંગ માર્કેટને હવે 'રાષ્ટ્રીય ખતરા' તરીકે જોવામાં આવે છે. કારણ કે ભાવ સતત વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp