આ ખેલાડીએ છેલ્લી બોલે છગ્ગો ફટકારી ભારતને ફાઈનલમાં અપાવ્યો વિજય

PC: hindustantimes

નિદાસ ટ્રોફીની T-20 ફાઈનલ મેચમા ભારતે બાંગ્લાદેશના પરાજ્ય આપ્યો હતો. અતિ રોમાંચક મેચમા છેલ્લી બોલ સુધી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભારે રસાકસી અને વળાંકો આવ્યા હતા. પરંતુ છેલ્લી બોલે ભારતનો વિજય શક્ય બન્યો હતો. આ મેચમાં ભારતે ફરી એક વખત T-20મા પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી.

ભારતે ટોસ જીતી બાંગ્લાદેશને બેટીંગ કરવાનું નિમંત્રણ આપ્યું હતું, બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમા આઠ વિકેટના ભોગે 166 રન બનાવ્યા હતા. ટારગેટનો પીછો કરતી ભારતીય ટીમે 6 વિકેટ ગૂમાવીને અંતિમ બોલે જીત હાંસલ કરી હતી. શિખર ધવન 10 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાગ સુરેશ રૈના-0 પર પેવેલિયન ભેગો થયો હતો. બન્ને બેટ્સમેનના આઉટ થયા બાગ રોહિત શર્માએ કેપ્ટન ઈનિંગ રમી હતી અને 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 56 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશના ઓફનર બેટ્સમેન તમીમ ઈકબાલ અને લિટનદાસ વિશેષ રમી શક્યા ન હતા. બાંગ્લાદેશ તરફથી રહેમાને 50 બોલમા 77 રન બનાવ્યા હતા. માહમદુલ્લાહ 21 અને મહેદી હસને 19 રન બનાવ્યા હતા. જ્યારે બેટ્સમેન સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

ભારત વતી મેદાનમાં ઉતરેલી ટીમે શિખર ધવન, સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલએન રાહુલ અને મનીષ પાંડેની વિકેટ ગુમાવી હતી પરંતુ દિનેશ કાર્તિકે ભારતીય ટીમના વિજયનો પાયો નાંખ્યો હતો. કાર્તિકે આવતાંની સાથે જ આક્રમક બેટીંગ કરી હતી. દિનેશ કાર્તિકે માત્ર 8 બોલમાં 29 રન ઝૂડી નાંખ્યા હતા.

અંતિમ ઓવરમા ખાસ્સું થ્રીલ જોવા મળ્યું હતું. આખરી ઓવર સૌમ્યાએ નાંખી હતી. આખરી ઓવરમા 12 રન કરવાના આવ્યા હતા. પહેલી બોલ વાઈડ નંખાઈ. ત્યાર બાદની બોલ ડોટ ગઈ હતી. જ્યારે બીજા બોલે એક રન મળ્યો હતો. દિનેશ કાર્તિક સ્ટ્રાઈક પર આવ્યો અને સિંગલ રન મળ્યો. ચોથા બોલે શંકરે ચોગ્ગો ફટકાર્યો અને ભારતને બે બોલમા પાંચ રન કરવાના આવ્યા. પાંચમા બોલે શંકર કેચઆઉટ થયો. અને ફરી દિનેશ કાર્તિકે સ્ટ્રાઈક સંભાળી. આખરી બોલે કાર્તિકે છગ્ગો ફટકારી ભારતને રોમાંચક વિજય અપાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp