INDvsENG: ભારતીય ટીમ કરી શકે છે વાપસી

PC: dnaindia.com

પ્રથમ 2 ટેસ્ટ મેચ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હોય પરંતુ ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેરિસ્ટોનું કહેવુ છે કે 5-0થી વ્હાઇટવોશની વાત ઉતાવળ ભરી હશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 18 ઓગસ્ટથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. લોર્ડ્સ ટેસ્ટમાં જોની બેરિસ્ટોએ ઇંગ્લેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતીય ટીમ કરી શકે છે વાપસી

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેરિસ્ટોનું કહેવુ છે કે,અમે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને અમને ખબર છે કે ઘરેલુ પરિસ્થિતિમાં કેવી રીતે રમવુ છે પરંતુ મને નથી લાગતુ કે તમે કહી શકો કે ભારત નબળી ટીમ છે. તે વિશ્વની નંબર-વન ટીમ છે અને સિરીઝમાં હજુ પણ ઘણી ક્રિકેટ રમવાની બાકી છે.

જોની બેરિસ્ટોએ કહ્યું 5-0 વિશે વાત કરવુ ઉતાવળ ભર્યુ હશે. હવામાન ફરી એક વખત ગરમ થઇ શકે છે. સાઉથમ્પટન અને ઓવલની પિચ સુકાયેલી હોઇ શકે છે. પાંચ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં 18 ઓગસ્ટથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ સાઉથમ્પટનમાં 30 ઓગસ્ટથી અને પાંચમી ટેસ્ટ મેચ લંડનના ધ ઓવલમાં સાત સપ્ટેમ્બરથી રમાશે.

કેપ્ટન જો રૂટે કહ્યું કે લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં જીત બાદ 5-0થી સિરીઝ જીતવાનું તેનું સ્વપ્ન છે. રૂટે કહ્યું, આ એક સપનું છે.

 

Source Cricklove

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp