કોરોનાનો સામનો મેડિકલ એક્સપર્ટ જ કરી શકે છે, નેતા-અધિકારી નહીંઃ IMA અધ્યક્ષ

PC: outlookindia.com

સમગ્ર દેશ અત્યારે મેડિકલ ઈમરજન્સીમાંથી પસાર થઈ રહ્યો છે. હેલ્થ સિસ્ટમ હાંફી ગઈ છે. પોઝિટિવ કેસની સાથોસાથ બીજી લહેરમાં મોતનો આંકડો પણ મોટો થઈ ગયો છે. કોરોના વાયરસની વેલિડિટી ક્યાં સુધીની છે એનો સચોટ જવાબ દેશના વૈજ્ઞાનિકો પણ સચોટ રીતે આપી શકે એમ નથી. આખરે મહામારીને ટેકલ કરવામાં સિસ્ટમની ક્યાં ભૂલ થઈ એ વિષયને લઈને આરોગ્ય સાથે જોડાયેલા સંગઠન પોતાનો મત રજૂ કરી રહ્યા છે.

અછત નહીં અવ્યવસ્થા છે

ઈન્ડિયન મેડિકલ એસો.ના અધ્યક્ષ ડૉ.જે.એ. જયલાલે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં સૌથી મોટી મુશ્કેલી ઑક્સિજનની અછતની રહી છે. પણ હું આને અછત નહીં પણ મિસમેનેજમેન્ટ કહીશ. ઑક્સિજનનો મુદ્દો બ્યુરોક્રેસી અને રાજકીય સિસ્ટમમાં ફસાઈ ગયો. મેડિકલ એક્સપર્ટ તો તંત્રના કોઈ પદ પર બેઠા હોત તો ઑક્સિજન માટે આટલી દોડધામ ન થાત. મેડિકલ પ્રોફેશનલ મેડિકલ ઈમરજન્સીમાં પ્રાથમિકતા નક્કી કરી લેત. પણ તંત્રમાં બેઠેલા લોકો આ વસ્તુ સમજી ન શક્યા. ઑક્સિજનનું મિસમેનેજ કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

ટાસ્ક ફોર્સની રચના કરવા પણ સલાહ

ઈન્ડિયન મેડિકલ એસો. સતત ઈન્ડિયન મેડિકલ સર્વિસીસની માગ કરી રહ્યું છે. જે અંતર્ગત મેડિકલનો અભ્યાસ કર્યા બાદ ડૉક્ટર્સ તંત્રમાં જઈ શકે. મહામારીના સમયે અમે ફરીથઈ આ અંગેની માગ દર્શાવી હતી. પણ આ મુદ્દે હવે સરકારે મોડું ન કરવું જોઈએ. પ્રો. રામગોપાલ યાદવની અધ્યક્ષતા વાળી પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરએ પણ વર્ષ 2021-22ના બેજેટમાં આ સર્વિસ માટે ગ્રાન્ટ આપવાની સલાહ કરી હતી. કમિટીએ તા.8 માર્ચ 2021ના રોજ પોતાનો એક રીપોર્ટ સંસદમાં રજૂ કરીને કહ્યું હતું કે, આફતમાં અવસર તરીકે અમે ઈન્ડિયન મેડિકલ સર્વિસીસને ઓર્ગેનાઈઝડ કરવું જોઈએ. IMSનું પ્લાનિંગ કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવા માટેની પણ સલાહ આપવામાં આવી હતી.

આરોગ્ય ક્ષેત્ર માટેનું બજેટ ઓછું

ભારત જેવા દેશમાં જ્યાં 130 કરોડ લોકો વસે છે. ગ્રામ્ય વિસ્તારમાં આશરે 65 ટકા વસ્તીનો વસવાટ છે. ત્યાં હેલ્થ બજેટ GDPના 8થી 10 ટકા હોવું કંઈ વધારે ન કહેવાય. ઘણા દેશમાં આટલું બજેટ ફાળવવામાં આવે છે. અત્યારે નહીં તો ક્યારે આપણે આરોગ્યલક્ષી પારંપરિક માળખા પર ધ્યાન આપી અને મેડિકલ પ્રોફેશનલ્સની સંખ્યા વધારવાનું મહત્ત્વ સમજીશું? મેડિકલ શોધમાં તેજી અને ગુણવત્તા લાવવા માટે વધુ રોકાણ અને ફંડની જરૂર છે. જેટલા પણ દેશ તમને ખુશખુશાલ અને સમૃદ્ધ દેખાઈ રહ્યા છે એમનું હેલ્થ બજેટ ઘણું વધારે છે. અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ, જર્મી, એસ્ટ્રિયા, સ્વીડન, ફ્રાંસ, જાપાન આ તમામ કરતા આપણે ઘણા પાછળ છીએ. મહામારી દરમિયાન માસ્ક, PPE કીટ, લાઈફ સેવિંગ ડ્રગ્સ પર GST લાગુ રાખવો યોગ્ય છે. એના જવાબમાં ડૉક્ટર જયલાલે ઉમેર્યું કે, બિલકુલ નહીં. ઈન્ડિયન મેડિકલ એસો. આને દૂર કરવાની માગ કરી રહ્યું છે. માસ્ક પર 5 %, PPE કીટ પર 12% અને લાઈફ સેવિંગ ડ્રગ પર 12 % GST છે. આવા મહામારીના માહોલમાં તો GST ખતમ કરી દેવો જોઈએ. આ અંગે અમે ભારત સરકારને પત્ર લખીને માગ સ્પષ્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp