એન્જેલિના જૉલી બનવા 50 વાર કરાવી સર્જરી, પણ થઈ ગઈ ધરપકડ

PC: nst.com.my

ઈરાની ઇન્સ્ટાગ્રામ સ્ટારે અમેરિકન ઍક્ટ્રેસ એન્જેલિના જૉલી જેવાં દેખાવવા માટે તમામ હદો વટાવી દીધી હતી જેની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સહર તાબારની ઈશનિંદા અને હિંસા ઉશ્કેરવા જેવા આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

View this post on Instagram

پیکانم نابه

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

View this post on Instagram

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

નોંધનીય વાત એ છે કે, ગયા વર્ષે જ તાબારની કેટલીક તસવીરો વાઇરલ થતાં તે આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાઈ ગઈ હતી અને કહેવાય છે કે તેણે 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે, તેના દ્વારા પોસ્ટ કરાયેલી તમામ તસવીરો એડિટ થયેલી હતી.

View this post on Instagram

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

View this post on Instagram

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

View this post on Instagram

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

22 વર્ષીય સહર તાબાર પોતાની તસવીરો અને વીડિયોના કારણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાઈ હતી, જેને એન્જેલિના જૉલીના ઝૉમ્બી વર્ઝન તરીકે ગણવામાં આવી હતી. એન્જેલિના જૉલી જેવો દેખાવ મેળવવા માટે કરાયેલી સર્જરીઓને કારણે તેનાં ગાલ, હોઠ અને નાક વિચિત્ર બની ગયાં છે. તે પોતાના પ્રશંસકોને એ વાતનો પણ સંકેત આપી ચૂકી છે કે આ ઝૉમ્બી જેવો દેખાવ મેક-અપ અને ડિજિટલ એડિટિંગને કારણે શક્ય બન્યો છે.

View this post on Instagram

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

સામાન્ય જનતા દ્વારા કરાયેલી ફરિયાદો પછી સહરની ધરપકડ કરવામાં આવી હતી. તેનાં પર ઈશનિંદા, ગેરકાયદેસર રીતે સંપત્તિ મેળવવી, દેશના ડ્રેસ-કોડનું અપમાન, યુવાનોને ભ્રષ્ટાચારના આચરણ માટે ઉશ્કેરવા તેમજ હિંસા માટે ઉશ્કેરણી જેવા ગંભીર આરોપો લગાવાયા છે.

View this post on Instagram

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

View this post on Instagram

A post shared by Sahar Tabar (@sahartabar_officialx) on

આ સાથે જ તે ઘણા એવા ઈરાની ઑનલાઇન સ્ટાર અને ફૅશન બ્લૉગરની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે દેશના કાયદા સાથે સંઘર્ષમાં આવ્યા છે. તેની ધરપકડ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો સત્તાધીશોના આ પગલાને વખોડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp