ઇનકમ ટેક્સ વિભાગે સોનૂ સૂદ પર લગાવ્યો આટલા રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ

PC: indiatimes.com

બોલિવુડ અભિનેતા સોનૂ સૂદના ઘરે ઈનકમ ટેક્સની છાપેમારીની કાર્યવાહી ત્રીજા દિવસે ખતમ થઇ. ત્યાર પછી વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે સોનૂ સૂદ 20 કરોડથી વધારાની ટેક્સ ચોરીમાં સામેલ જોવા મળ્યો છે. રેડ બાદ CBDTએ જણાવ્યું બોલિવુડ એક્ટર અને તેમના સહયોગીના પરિસરોની તપાસ દરમિયાન ટેક્સ ચોરીથી જોડાયેલ પુરાવા મળ્યા છે. મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, ગુરુગ્રામ અને દિલ્હી સહિત 28 જગ્યાઓ પર સતત 3 દિવસ સુધી છાપેમારી અભિયાન ચલાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે તેઓ નકલી અને અનસિક્યોરર્ડ લોનના રૂપમાં બેહિસાબ પૈસા જમા કરી રહ્યા હતા.

અભિનેતા સામે લગાવવામાં આવેલા આરોપો અનુસાર, કોરોના મહામારીથી પ્રભાવિત લોકોની મદદ માટે સોનૂ સૂદે ચેરિટી ફાઉન્ડેશન બનાવ્યું. જેણે ગયા વર્ષે જુલાઇમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન 18 કરોડ રૂપિયાથી વધારાનું ડોનેશન આપ્યું હતું. આ વર્ષે એપ્રિલ સુધીમાં તેમાંથી 1.9 કરોડ રૂપિયા રાહત કામો પર ખર્ચ કરવામાં આવ્યા છે અને બાકીના બચેલા 17 કરોડ રૂપિયા નોન પ્રોફિટ બેંકમાં ખર્ચ કર્યા વિના રાખવામાં આવ્યા છે.

જાણ હોય તો કોરોના કાળમાં 48 વર્ષીય સોનૂ સૂદે અને તેમના સાથીઓ દ્વારા મોટી સંખ્યામાં લોકોની મદદ કરવામાં આવી હતી. લોકોની ખાસ્સી પ્રશંસા હાંસલ કર્યા પછી અભિનેતા પાછલા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યો હતો. તેની સાથે જ દિલ્હી સરકારના મેંટર કાર્યક્રમમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. ત્યાર પછી સોનૂ સૂદ સામે થયેલી કાર્યવાહી પર રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે.

અભિનેતા સામે જે કાર્યવાહી કરવામાં આવી તેની આમ આદમી પાર્ટી અને શિવસેનાએ નિંદા કરી હતી. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે સોનૂ સૂદ જેવા પ્રામાણિક વ્યક્તિ પર એક આઈટી છાપેમારી જેને લાખો લોકો દ્વારા મસીહા કહેવામાં આવ્યો છે, જેણે દલિતોની મદદ કરી છે. જો એમના જેવા સારી વિચારધારા ધરાવતા વ્યક્તિને રાજકીય રીતે નિશાનો બનાવી શકાય છે તો આનાથી જાણ થાય છે કે વર્તમાન શાસન અસંવેદનશીલ અને રાજકીય રીતે અસુરક્ષિત છે. શિવસેનાએ કહ્યું કે, ગઇકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને સોનૂ સૂદ સારો લાગતો હતો, આજે તેની સામે તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp