અનંતનાગમાં એનકાઉન્ટર દરમિયાન જૈશના 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ

PC: ddnews.gov.in

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 24 કલાકની અંદર બીજું એનકાઉન્ટર શરૂ થઈ ગયું છે. સુરક્ષાદળોએ વઘામા વિસ્તારમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે. હાલ, સુરક્ષાદળો તરફથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સેનાએ એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ એનકાઉન્ટર ચાલી રહ્યું છે. અમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મંગળવારે સવારે અમને 2થી 3 આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદથી આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ અગાઉ અનંતનાગમાં સોમવારે આતંકવાદીઓ સાથે મુઠભેડમાં સેનાના એક મેજર શહીદ થઈ ગયા અને એક આતંકી ઠાર મરાયો છે. મુઠભેડમાં એક મેજર સહિત ત્રણ સૈનિક ઘાયલ થઈ ગયા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અનંતનાગના બિહૂરા ગામમાં મુઠભેડમાં 2 આતંકીઓ માર્યા ગયા અને તેમના શવને કબ્જે લઈ લેવામાં આવ્યા છે. પરંતુ, ત્યારબાદ કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી માત્ર એક આતંકવાદીનો મૃતદેહ કબ્જે લેવામાં આવ્યો છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું, સોમવારે સાંજે પૂર્ણ થયેલી મુઠભેડમાં સેનાનો એક ઓફિસર શહીદ થઈ ગયો અને એક અધિકારી સહિત 3 સૈનિક ઘાયલ થઈ ગયા. તેમણે કહ્યું, ઈજાગ્રસ્ત સૈનિકોને શ્રીનગર શહેરમાં સનાના બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, બિદૂરા ગામમાં સંતાયેલા આતંકવાદી અને સુરક્ષાદળોની વચ્ચે ગોળીબારી દરમિયાન ગંભીરરીતે ઘાયલ મેજરે હોસ્પિટલમાં લઈ જતી વખતે જ દમ તોડ્યો હતો. એક સુત્રએ કહ્યું, મુઠભેડ સ્થળ પર ફરીથી શરૂ થયેલી ગોળીબારી દરમિયાન એક મેજર ગંભીરરીતે ઘાયલ થઈ ગયા અને હોસ્પિટલ લઈ જતા દરમિયાન એક મેજર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને હોસ્પિટલ લઈ જવા દરમિયાન દરમિયાન નિધન થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp