જીતુ વાઘાણીએ કહ્યુ- કોઈ સત્તા મેળવવાના સપના ન જુએ, 2022માં ભાજપ...

PC: facebook.com/jitu.vaghani

ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. તો બીજી તરફ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના પણ થઈ ગઈ છે. ત્યારે ભાજપે નો રિપીટ થિયરી અપનાવીને ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના કરવામાં આવી છે એટલે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં એક પણ અનુભવી નેતાને હાલ સ્થાન આપવામાં આવ્યું નથી. તો બીજી તરફ શિક્ષણ મંત્રી તરીકે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સ્થાન આપવામાં આવ્યું છે.

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર કાનાણીએ મંત્રીપદ ગયા બાદ નિવેદન આપ્યું હતું કે, સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. 2022માં વરાછા બેઠક જીતવી ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે. જો પક્ષની સાથે કોઈ સારો ઉમેદવાર હશે તો જ મેળ પડશે. લોકો વચ્ચે હું રહું છું એટલે મને સાચી વાતની ખબર છે.

રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના આ નિવેદનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્ત્વ નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં સત્તા મેળવવા માટે જો કોઇ સપના જોતો હોય તો તે ન જુએ છે કારણકે, 2022માં ફરીથી ગુજરાતમાં ભાજપ જીતવાનું છે. તો સાથે જ તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી તરીકે હું શિક્ષણનું સ્તર ઉચું લાવવાનો પ્રયાસ કરીશ અને ભાજપને તમામ જ્ઞાતિનો ટેકો છે એટલે જ તે 25 વર્ષથી સત્તામાં છે.

મહત્ત્વની વાત છે કે, રૂપાણી સરકારના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી તરીકે કુમાર કાનાણીને સ્થાન આપવામાં આવ્યું હતું અને પાટીદાર અનામત આંદોલન વચ્ચે કુમાર કાનાણી 2017માં વરાછા બેઠક પરથી ખૂબ જ સારી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારની સામે જીત્યા હતા. મહત્ત્વની વાત છે કે, 2017માં પાટીદાર અનામત આંદોલનના કારણે આ બેઠક જીતવી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ કુમાર કાનાણી આ બેઠક જીત્યા અને ત્યારબાદ તેમને રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું પરંતુ હવે આમ આદમી પાર્ટીના કારણે સુરતમાં ભાજપ માટે મોટો પડકાર ઉભો થયો છે. કારણકે સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો દબદબો છે અને તેના કારણે જ પૂર્વ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીએ 2022માં ભાજપ માટે વરાછા બેઠક જીતવી અઘરી હોવાનું નિવેદન આપ્યું હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp