મને ટ્રેનમાં સ્ત્રીઓની પાસે બેસીને....પછી પસ્તાવો થાય છે

PC: khabarchhe.com

પ્રશ્ન: હું ત્રીસ વર્ષનો છું અને સૂરત નોકરી માટે અવરજવર કરું છું. મને છેલ્લાં બે વર્ષથી એક ખરાબ આદત પડી છે. હું ટ્રેનમાં સ્ત્રીઓની બાજુમાં બેસું છું અને તેમના સાથળ સાથે મારા સેક્સના ભાગ અડકે એ રીતે બેસું છું. મને ખૂબ આનંદ આવે છે. પણ બાદમાં પસ્તાવો થાય છે. મારે આ બાબતે માર પણ ખાવો પડ્યો છે. તો આ આદતનું શું કરવું?

ઉત્તર: આપને જે થાય છે એ અનુભવને અસલમાં જાતીય વિકૃત્તિ, પરવરઝન્સ, પેરાફિલિયા કે સેક્સ્યુઅલ ડેવીએશન્સને નામે ઓળખવામાં આવતો હતો. તેનું વૈજ્ઞાનિક નામ 'ફોચ્યુરીઝમ' રખાયું છે. જેમાં વ્યક્તિ ખાસ કરીને પુરુષને સ્ત્રીનાં નિતંબ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય, એટલું જ નહીં, પુરુષ સ્ત્રીની જાણ સહિત યા તેની જાણ બહાર આકસ્મિક લાગે એ રીતે તેના નિતંબના ભાગને સ્પર્શે, જેમાં મહદંશે પુરુષ સ્ત્રીના નિતંબને પોતાના શિશ્ન વડે સ્પર્શે છે. આ રીતની ટેવ ધરાવતા પુરુષો બસ, ટ્રેન, રિક્ષા કે અન્ય જાહેર સ્થળો કે સમારંભમાની ભીડનો લાભ લઈ સ્ત્રીઓને ખ્યાલ ન આવે એ રીતે જાતીય રીતે સ્પર્શતાં હોય છે. ક્યારેક સ્ત્રીઓ આ જાણે છે અને ચલાવી લે છે, તો ક્યારેક લાચારીને લીધે ચલાવી લે છે.

આ કુટેવ વિકૃત્તિ ત્યારે બને છે જ્યારે પુરુષ માત્ર આ જ રીતે જાતીય આનંદ લઈ શકે એમ હોય, અન્યથા એને જાતીય વિચલન કહી શકાય. અલબત્ત, સ્ત્રીની મંજૂરી વગર તેનાં જનાનાંગોને આ રીતે સ્પર્શવાથી આ 'ડેવીએશન' ગંભીર જરૂર બને છે.

બધા 'ડેવીએટેડ' પુરુષો આપની જેમ ચિંતિત નથી હોતા. તેઓને બદલવાનું કામ કઠિન છે. પરંતુ આપ પોતે આપની ટેવથી ત્રસ્ત હોવ એમ લાગે છે, જેથી આપ ધારો તો બદલાઈ શકો એમ હું માનું છું. એ માટે પહેલું કામ એ કરો કે સ્ત્રીઓ હાજર હોય એવા વાહનમાં બેસવાનું બંધ કરી દો. એટલીસ્ટ આપના ડબ્બા કે કમ્પાર્ટમેંટમાં સ્ત્રી ન હોય એ વાતનું ધ્યાન રાખો. શક્ય હોય તો એવા નજીકના મિત્રને સાથે રાખીને પ્રવાસ કરો, જેને આપની ટેવની જાણ હોય, જેથી આપ બે આંખની શરમે પણ ઉપરોક્ત કૃત્ય કરવામાંથી ઉગરી જાવ.

યાદ રાખો! આપની વૃત્તિ કઇં રાતોરાત ઘટી જવાની નથી. જ્યારે જયારે આપને તક મળશે ત્યારે ત્યારે સ્ત્રીનાં નિતંબને સ્પર્શવાની ઈચ્છા આપને થવાની જ છે. પ્રશ્ન આપની આ વૃત્તિ ઉપર કાબૂ મેળવવાનો છે. વૃતિને જડમૂળથી કાઢી નાખે એવી કોઈ દવા હોતી નથી. કાબૂ ધીમે ધીમે શીખવાથી અને સ્વપ્રયાસોથી જ આવશે. ટ્રેનમાં સ્ત્રીઓથી અલગ બેસવાનું આવશે ત્યારે અને સ્વપ્રયાસોથી જ આવશે. ટ્રેનમાં સસ્ત્રીઓથી અલગ બેસવાનું આવશે ત્યારે અચૂક અકળામણ થશે જેને ટાળવા કોઈ સારું રસપ્રદ પુસ્તક વાંચવાનું રાખો અથવા સહયાત્રિઓ સાથે રમત કે વાતચીતમાં પરોવાઈ જાવ, નાસ્તો કરો, સંગીત સાંભળો, કોઈ ઘરનું બાકી કામ પૂરું કરો. કઇં પણ કરો પણ કોઈ કામમાં વ્યસ્ત રહો જેથી પેલો આવેગ આપને હેરાન ન કરે. યાદ રાખો! જો આપ એ આવેગને પ્રગટ ન થવા દેશો અને એ રીતે લાંબો સમય કાઢી નાખશો તો શક્ય છે કે, લાંબા ગાળે એ આવેગ આપમેળે મંદ થઈ જાય.

વ્યાયામ, ચિંતનાત્મક અભિગમ, આધ્યાત્મિક સંસ્પર્શ, શારીરિક શ્રમ, સરળ ભર્યુંભાદર્યું કૌટુંમ્બિક જીવન વગેરેને વિકસાવવાથી જાતીય કુટેવોને પોગરવાની તક ઓછી મળે છે. તંદુરસ્ત લગ્ન જીવન પણ જાતીય કુટેવોને ફુલતીફાલતી અટકાવવામાં મદદરૂપ થાય છે. આપ પણ શક્ય હોય તો લગ્ન જીવનમાં પગલાં માંડવાની દિશામાં આગળ વધો.

સારા મનોચિકિત્સકની સલાહ પણ આપને મદદરૂપ થઈ શકશે. બાળપણના કોઈ અસામાન્ય પ્રસંગથી આ ટેવની શરૂઆત થઈ હોઈ શકે. એ પ્રસંગ કદાચ આપને આજની તારીખે યાદ ન પણ ન હોય. વર્તનલક્ષી સારવાર આમાં આપને મદદરૂપ થઈ શકે જેમાં ઇચ્છનીય વર્તનને હકારાત્મક વલણો દ્વારા આવકારવાનું હોય અને અનીચ્છનીય વર્તનને સ્વશિક્ષાત્મક પગલાઓ દ્વારા દંડવાનું અને એમ નિર્મૂળ કરવાનું હોય.

ન ભૂલશો કે વિજાતીય પાત્રના સેક્સ અપીલ ધરાવતાં તમામ અંગ ઉપાંગો સહુને આકર્ષક જણાય છે, પણ બધા કઈં સામાજિક મર્યાદાઓ ઉલ્લંઘીને એને સ્પર્શવાની કુચેષ્ટા નથી કરતા હોતા. આથી આપે એ અંગઉપાંગો સહુને આકર્ષક જણાય છે, પણ બધા કઈં સામાજિક મર્યાદાઓ ઉલ્લંઘીને એને સ્પર્શવાની કુચેષ્ટા નથી કરતા હોતા. આથી આપે એ અંગઉપાંગો પ્રત્યેનું નૈસર્ગિક આકર્ષણ મનમાંથી ઘટાડવાની જરૂર નથી. એને બદલે આપના જાહેર વર્તન ઉપર કાબૂ મેળવવાની જ યોજના અમલમાં મૂકવાની જરૂર છે.

મને યાદ આવે છે કે, આવું જ વર્તન કરનાર એક તરુણ ખૂબ મુશ્કેલીમાં હતો. તે જ્યારે પોતાના આવા આવેગો અમલમાં મૂકવાને બદલે એને એકાંતમાં પોતાની કલ્પનાઓમાં વ્યક્ત કરીને બહાર ઠાલવતાં શીખી ગયો ત્યારે એની સમસ્યા આપમેળે હળવી થઈ ગઈ હતી. આપ પણ ટૂંકા ગાળા માટે આવું કરી શકો.

વાસ્તવમાં પોતાની જાતીયતા પ્રત્યે અજાગ્રતપણે શંકા કે લઘુતા ગ્રંથિ હોય તો પુરુષ આવા આવેગો અને એકપક્ષી જાતીયતાનો ભોગ બને છે. આથી સ્વભાવમાં પરિપક્વતા, સ્વ પ્રત્યેનો આદર, પરસ્પર માટેનો પ્રેમ, દ્વિપક્ષી ઉત્કટતા માણવાની તૈયારી વગેરે જેમ જેમ વધારશો તેમ આપની તકલીફ દૂર થવાની શક્યતા છે.

આપે જણાવ્યું તેમ આપને એકવાર માર પણ પડેલો તો આવો સામાજિક પ્રત્યાઘાત પણ આપની કુટેવને દૂર કરી શકે. અલબત્ત, આવા તીવ્ર પ્રત્યાઘાતથી કુટેવો વધી જતી હોવાનું ય નોંધાયું છે તે જાણશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp