કનૈયાના સવાલ પર BJP નેતાનો જવાબ- સુધરી જાઓ નહીં તો...

PC: livemint.com

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને લઈને BJP નેતા અમિતાભ સિંહાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ડિબેટમાં કહ્યું હતું કે, તે ગોડસેના વિરોધી નથી. જણાવી દઈએ કે, JNUમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા પર આ ડિબેટમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના પૂર્વ છાત્રસંઘ અધ્યક્ષ કનૈયા કુમાર અને BJP નેતા અમિતાભ સિંહા આમને-સામને હતા.

અમિતાભ સિંહાએ કહ્યું કે, સામ્યવાદ માટે દુનિયાની સૌથી સારી જગ્યા કઈ છે. તેના જવાબમાં કનૈયા કુમાર સવાલ કરે છે કે, તમારા ફાસીવાદની સૌથી સારી જગ્યા કઈ છે. અમિતાભ સિંહાએ કહ્યું, અમારો કોઈ ફાસીવાદ નથી, અમે રાષ્ટ્રવાદી છીએ. તું સામ્યાવાદી છે. ત્યારબાદ કનૈયા કુમારે કહ્યું- મુસોલિની સારો હતો કે ખરાબ? તો તેના જવાબમાં અમિતાભ સિંહાએ કહ્યું- મુસોલિનીની પાછળ શા માટે પડ્યો છે, રાષ્ટ્રવાદમાં મુસોલિની નથી આવતો. સ્ટાલિન કેવો હતો, માઓ કેવો હતો?

ત્યારબાદ કનૈયા કુમારે અમિતાભ સિંહાને પૂછ્યું કે, શું તમે ગોડસે વિરોધી છો? તો તેના જવાબમાં અમિતાભ સિંહાએ કહ્યું કે, હું ગોડસે વિરોધી નથી. તો તેના જવાબમાં કનૈયાએ કહ્યું, તમે દેશદ્વોહી છો. જે ગોડસેનું સમર્થન આ દેશમાં કરે છે કે દેશદ્રોહી છે.

ડિબેટમાં BJP નેતા અમિતાભ સિંહાએ કહ્યું, ક્રિમિનલને સુધારવા માટે વોર્નિંગ મળે છે. જો તે ના સમજે તો ઠોકને કા. તેનો મતલબ ન્યાયિક પ્રક્રિયામાં દંડિત કરવું એવો થાય છે. તેના પર કનૈયાએ કહ્યું કે, જેવી રીતે મહાત્મા ગાંધીને ઠોકી દીધા હતા એવી જ રીતે બધાને ઠોકવા માગો છો?

ડિબેટ દરમિયાન જ કનૈયાએ કહ્યું, તેમને એ વાતનું દુઃખ થાય છે કે ગરીબના બાળકો શા માટે ભણશે. ત્યારે અમિતાભે કનૈયાને કહ્યું કે, ગરીબી ના વેચો. આ બધા જ ગરીબી વેચનારા લોકો છે. જવાબમાં અમિતાભ સિંહાએ કહ્યું, PM મોદીએ કહ્યું છે કે, અમે ગરીબને ગરીબ નહીં રહેવા દઈશું. અમે ગરીબી નહીં વેચવા દઈશું. PM મોદી ગરીબ હતા કારણ કે ગરીબ રાખ્યા તમે લોકોએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp