કિમ જોંગે પોતાના જ દેશમાં એક બીલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધેલી, સામે આવ્યું કારણ

PC: google.com

બે અઠવાડિયા પહેલા ઉત્તર કોરિયાની સેનાએ કિમ જોંગ ઉનના આદેશ પર સાઉથ કોરિયાની બોર્ડર નજીક વાતચીત કરવા માટે બનાવેલી સંયુક્ત ઓફિસને બોંબથી ઉડાવી દીધી હતી. જેનો હવે એવો ખુલાસો થયો છે કે, દક્ષિણ કોરિયાએ કિમ જોંગની પત્નીના કેટલાક વાંધાજનક ફોટા ઈન્ટરનેટ પર વાયરલ કર્યા હતા. પછી બલુનની મદદથી આ ફોટા ઉત્તર કોરિયા બોર્ડરના વિસ્તારમાં મોકલ્યા હતા.

આ ઘટનાથી કિમ જોંગ ભડકી ઊઠ્યા અને ઑફિસને બોંબથી ઉડાવી દેવા માટે આદેશ આપ્યો હતો. આ ઑફિસ ઉત્તર કોરિયાના બોર્ડર વિસ્તાર નજીક આવેલા કાયેસોંગ શહેરમાં છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે 'લીફલેટ વૉર' છેક નીચલા સ્તર સુધી પહોંચી ગઈ છે. બોર્ડર વિસ્તારમાં દક્ષિણ કોરિયા તરફથી ઉત્તર કોરિયાના વિરોધમાં અનેક રિસિપ્ટ નાંખવામાં આવી છે. હવે એમાં તાનાશાહ કિમ જોંગની પત્ની સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં એની કેટલીક વાંધાજનક તસવીર પર વાઈરલ કરવામાં આવી હતી. ઉત્તર કોરિયામાં આવેલા રશિયાના દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

રશિયાના રાજદૂત અનુસાર આ બલુનની મદદથી કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જૂની વાંધાજનક તસવીર ઉત્તર કોરિયાના બોર્ડર વિસ્તારમાં નાંખવામાં આવી હતી. ઉત્તર કોરિયાનો આરોપ છે કે, છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ કોરિયામાં કિમ જોંગ ઉનની વિરૂદ્ધમાં સક્રિય થયેલા અભિયાન અંતર્ગત બોર્ડર વિસ્તારમાં બલુનની મદદથી આવી તસવીર તથા ચીઠ્ઠીઓ નાંખવામાં આવી રહી છે. જેથી ઉનના વિરોધમાં લોકોને ઉશ્કેરી શકાય. નારાજ થયેલા ઉત્તર કોરિયાએ પાડોશી દેશને સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. બોર્ડર વિસ્તારમાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. ઉત્તર કોરિયામાં રશિયાના રાજદૂત અલેક્ઝેંડર માત્સગોરાએ તાજેતરમાં રશિયાની એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયા તરફથી નાંખવામાં આવતી ચીઠ્ઠીઓ સંવેદનશીલ મુદ્દો બન્યો છે. જેના કારણે ઉત્તર કોરિયાને પાડોશી દક્ષિણ કોરિયા દેશ પ્રત્યે આક્રોશની લાગણી જન્મી છે. જોકે, આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલા પણ ઉત્તર કોરિયાની બોર્ડરે મોટા મોટા બલુન પર તાનાશાહ વિરૂદ્ધ સંદેશાઓ લગાવીને બલુન ઉત્તર કોરિયા તરફ છોડવામાં આવ્યા હતા. જેના પર ઉત્તર કોરિયાના તાનાશાહ ઉન ભડક્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp