અચાનક ફરી બગડી લાલુ પ્રસાદ યાદવની તબિયત, રિમ્સમાં થયાં દાખલ

PC: bizasialive.com

રિમ્સ હોસ્પિટલમાં દાખલ થયેલા આરજેડી અધયક્ષ લાલૂ પ્રસાદ યાદવઅચાનક ફરી બગડી લાલુ પ્રસાદ યાદવની તબિયત, રિમ્સમાં થયાં દાખલની તબિયતમાં સતત ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. થોડાં દિવસ પહેલા લાલૂનું સ્વાસ્થ્ય સામાન્ય થઈ ગયું હતું પરંતુ તેમની તબિયત ફરીથી બગડી ગઈ છે. લાલૂની સારવાર કરી રહેલા તબીબી ટીમના સભ્ય ડો. ડી.કે.ઝાએ જણાવ્યું કે લાલુને યુરિનમાં ઈન્ફેક્શન થયું છે.

ડો. ઝાએ જણાવ્યું કે આ ઈન્ફેક્શનને નિયંત્રણમાં રાખવા માટે તેમને એન્ટીબાયોટીક્સ આપવામાં આવી રહી છે. આશા છે કે દવાઓથી બમારીને નિયંત્રણમાં લાવી શકાશે અને એક કે બે અઠવાડિયામાં લાલૂ સાજા થઈ જશે. લાલુ ડાયાબિટીસની સાથે લગભગ અન્ય 11 રોગોની પકડમાં આવી ગયા છે.

આ રોગોને લીધે ડોક્ટરે તેમને ખાન-પાનમાં જાગૃત રહેવાની સલાહ આપી છે. તેમને માંસ, ચિકન અને ઇંડા ખાવા માટે પ્રતિબંધિત કર્યાં છે. લાલૂને હાઈ બ્લડ પ્રેશર, હૃદય, કિડની સંબંધિત રોગો પણ છે. સુત્ર દ્વારા મળેલી જાણકારી મજુબ લાલૂનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી ગયું છે અને સાથે જ તેમના ડાયટ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોક્ટરનો દાવો છે કે બરાબર કાળજી લેવાથી લાલૂની તબિયતમાં ઝડપથી સુધારો આવશે અને તેઓ જલ્દી સાજા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp